મનોરંજનસ્પોર્ટસ

Hardik Pandya-Natasha Stankovicના સંબંધોમાં પડ્યું ભંગાણ? નતાશાએ લીધું આ પગલું…

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અને આઈપીએલ-2024માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા (Team India’s All Rounder And Mumbai Indian’s Captain Hardik Pandya)ની મુશ્કેલીઓનો અંત આવતો નથી જણાઈ રહ્યો. પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફમાં હાર્દિક સાથે કંઈક ઠીક નથી ચાલી રહ્યું. મળી રહેલી માહિતી પ્રમાણે હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક (Natasha Stankovic) વચ્ચે કંઈક ઠીક ન નથી એવી ચર્ચા ચાલી રહી છે. આવો જોઈએ શું છે આખો મામલો…

થોડાક સમયે પહેલાં પણ સોશિયલ મીડિયા પર એવી એટકણો લગાવવામાં આવી હતી કે નતાશા અને હાર્દિક વચ્ચે ખટપટ ચાલી રહી છે કારણ કે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યા બાદથી હાર્દિકને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો એ સમયે પણ હાર્દિક પંડ્યાના સમર્થનમાં એક પણ પોસ્ટ કે નિવેદન આપ્યું નહોતું. એટલું જ નહીં તેણે છેલ્લાં કેટલાય સમયથી હાર્દિક પંડ્યા સાથેનો કોઈ ફોટો કે સ્ટોરી પોસ્ટ નથી કરી. એટલું જ નહીં બંને જણ અલગ થઈ ગયા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.


સોશિયલ મીડિયે રેડિટ પર એક પોસ્ટમાં હાર્દિક અને નતાશાના સંબંધો પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે શું હાર્દિક અને નતાશા અલગ થઈ ગયા છે? જોકે, આ પોસ્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ માત્ર એક અટકળ છે, પરંતુ હકીકત એ પણ છે કે બંને જણ એકબીજા માટે કોઈ પોસ્ટ નથી કરી રહ્યા.

આ પણ વાંચો : કોર્ટે છેતરપિંડીના કેસમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાના સાવકા ભાઇના જામીન નકાર્યા

જોકે, વ્યક્ત કરાઈ રહેલી અટકળોમાં કંઈક તથ્ય હોઈ પણ શકે કારણ કે સોશિયલ મીડિયા પર પોતાનું પૂરું નામ Natasha Stankovic-Pandya લખતી હતી, પણ હવે તેણે પોતાના નામમાંથી Pandya હટાવી દીધું છે. આ સિવાય ચોથી માર્ચના નતાશાનો બર્થડે હતો અને એ દિવસે હાર્દિક પંડ્યાએ નતાશા માટે કોઈ પોસ્ટ નહોતી કરી તો સામે પક્ષે નતાશાએ પણ પોતાના એકાઉન્ટ પરથી હાર્દિક પંડ્યા સાથેની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે.

આ પણ વાંચો : Fieldની સાથે સાથે Personal Lifeમાં પણ વધી રહી છે Hardik Pandya માટે મુશ્કેલી… પત્ની છે કારણ…

નતાશાની વોલ પર હાર્દિક પંડ્યા સાથેની એ જ પોસ્ટ દેખાઈ રહી છે જેમાં દીકરો અગસ્ત્ય છે. જોકે, હાર્દિક પંડ્યાનો ભાઈ કુણાલ પંડ્યા અને તેની પત્ની પંખુડી હજી પણ નતાશાની પોસ્ટ પર કમેન્ટ્સ કરે છે. આ જોઈને એક વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે નતાશા અને હાર્દિક પંડ્યા વચ્ચે કંઈક તો ઠીક નથી…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button