સ્પોર્ટસ

Happy Birthday SKY: ગલીઓમાં રમતા રમતા ક્રિકેટર બની ગયો…

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાઈલિશ અને આક્રમક બેટ્સમેન સૂર્ય કુમાર યાદવ આજે 33મો જન્મદિવસ મનાવી રહ્યો છે, પણ તેની ક્રિકેટ કારકિર્દી ટૂંકી છે. 31 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયા માટે ઈન્ટરનેશનલ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. સૂર્ય કુમાર યાદવને ક્રિકેટ જગતમાં ‘મિસ્ટર 360 ડિગ્રી’ના નામથી જાણીતો બન્યો છે. બનારસની ગલીઓમાં ક્રિકેટ રમતા રમતા ક્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર બની ગયો એની કોઈએ કલ્પના કરી નહોતી.

સૂર્યકુમારનો જન્મ 14 સપ્ટેમ્બર, 1990ના રોજ ઉત્તર પ્રદેશ (યુપી)ના ગાઝીપુર જિલ્લામાં થયો હતો. સૂર્યકુમારના પિતા અશોક કુમાર યાદવ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રમાં એન્જિનિયર હતા. સૂર્યકુમાર યાદવનું બાળપણ ગાઝીપુર કરતાં વારાણસીમાં વધુ વીત્યું. પિતા કરતા પણ કાકા વિનોદ યાદવે તાલીમ આપી ભારતીય ક્રિકેટમાં ડંકો વગાડ્યો હતો. પૂર્વાંચલની ગલીઓમાં ક્રિકેટની શરૂઆત કરનાર સૂર્ય કુમાર યાદવની ગણતરી હવે વર્લ્ડ કપના સ્ટાર બેટસમેનમાં નામ લેવામાં આવે છે.

Suryakumar Yadav, of India, hits 4 during the third T20I match between West Indies and India at Warner Park in Basseterre, Saint Kitts and Nevis, on August 2, 2022. (Photo by Randy Brooks / AFP) (Photo by RANDY BROOKS/AFP via Getty Images)

સૂર્યકુમાર પાસે 360 ડિગ્રી શોટ મારવાની ક્ષમતા ધરાવે છે, જે વિશ્વના બહુ ઓછા બેટ્સમેન પાસે આ કુશળતા ધરાવે છે. સૂર્ય કુમાર યાદવ 2012થી ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેણે મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે તેની પ્રથમ IPL મેચ 6 એપ્રિલ 2012ના રોજ પુણે વોરિયર્સ સામે રમી હતી. મુંબઈથી આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરનાર સૂર્યકુમાર યાદવે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી આઈપીએલની મેચ રમ્યો હતો, પરંતુ તેની ઝંઝાવાતી બેટિંગને કારણે મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં રાખ્યો હતો.

સતત ઘણા વર્ષો સુધી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર સૂર્યકુમારને આખરે 9 વર્ષના લાંબા સંઘર્ષ બાદ વર્ષ 2021માં ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું હતું. તેણે 14 માર્ચ, 2021ના ​​રોજ ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય T20 ડેબ્યૂ કર્યું હતું. તેની સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ ઈંગ્લેન્ડ સામે રમ્યો હતો. ક્રિકેટ જગતમાં ‘SKY’ તરીકે ઓળખાતા સૂર્યકુમારે 28 T20 મેચની 26 ઇનિંગ્સમાં 173.29ની આશ્ચર્યજનક સ્ટ્રાઇક રેટ અને 36.86ની એવરેજથી 811 રન બનાવ્યા છે. તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં સૂર્યકુમારે 1 વિસ્ફોટક સદી સાથે 6 શાનદાર અડધી સદી ફટકારી છે. T20 ઈન્ટરનેશનલમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 117 રન છે.

ઈન્ટરનેશનલ ટી20માં તક મળ્યા બાદ સૂર્યકુમારે પાછળ વળીને જોયું નથી અને શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું. જેના કારણે તેને જુલાઈ 2021માં જ ટીમ ઈન્ડિયાની ODI ટીમમાં જગ્યા મળી હતી. તેણે 18 જુલાઈ, 2021ના ​​રોજ શ્રીલંકા સામે તેની પ્રથમ ODI આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. સૂર્યકુમારે અત્યાર સુધીમાં 13 ODI મેચોની 12 ઇનિંગ્સમાં 98.84ની સ્ટ્રાઇક રેટ અને 34.0ની એવરેજથી 340 રન બનાવ્યા છે. ODIની 12 ઇનિંગ્સમાં તેના નામે 2 અડધી સદી છે અને આ ફોર્મેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 64 છે. સૂર્યકુમાર હંમેશાં સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગને પોતાના આદર્શ માને છે. હાલમાં ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકામાં છે અને એશિયા કપ રમી રહ્યા છે. તેની વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પણ પસંદગી કરવામાં આવી છે એની માસ્ટરી છે. હેપ્પી બર્થડે એસકેવાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…