IPL 2024સ્પોર્ટસ

Happy birthday King Kohli:  35 વર્ષના થયા વિરાટ કોહલી, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રેકોર્ડનો અંબાર  

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેં વિરાટ કોહલી આજે 35 વર્ષના થયા. કિંગ કોહલી, રન મશીન, ચેઝ માસ્ટર જેવા નામોથી ઓળખાતા વિરાટ કોહલીએ છેલ્લા 15 વર્ષથી શ્રેષ્ઠ ક્રિકેટ રમીને કરોડો ભારતીયો ગૌરવ અપાવી રહ્યા છે. વિરાટ કોહલી ભારતીય ક્રિકેટને નવા શિખર પહોંચાડ્યું છે. વિરાટ કોહલી આજે પોતાના જન્મદિવસના અવસર પર કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં દક્ષિણ આફ્રિકા સામે રમવા ઉતરશે. પોતાના જન્મદિવસ પર 49મી સદી ફટકારીને વિરાટ ચાહકોને ભેટ આપવાનો પ્રયાસ કરશે.

વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલી બીજા ક્રમે છે, સૌથી વધુ 100 સદી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે ફટકારી છે, જયારે કોહલીએ 78 સદી ફટકારી છે. વિરાટે વનડે ફોર્મેટમાં 48 સદી ફટકારી છે, જ્યારે સચિન તેંદુલકરના નામે 49 સદી છે. વિરાટ એક સદી ફટકારતાની સાથે જ વનડેમાં સચિનના રેકોર્ડની બરાબરી કરી લેશે. વિરાટે આંતરરાષ્ટ્રીય મેચોમાં 136 અડધી સદી ફટકારી છે.

વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો તેમાં વિરાટ ચોથા સ્થાને છે. તેણે 514 મેચમાં 26209 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 254 રન અણનમ રહ્યો છે. આ યાદીમાં પણ સચિન તેંદુલકર પ્રથમ ક્રમે છે, તેમણે 34357 રન બનાવ્યા છે.

વિરાટે રમેલી 288 ODI મેચોમાં 13535 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 48 સદી અને 70 અડધી સદી ફટકારી છે. ODI ક્રિકેટમાં વિરાટ ભારત માટે સૌથી ઝડપી 8000, 9000, 10000, 11000, 12000, 13000 રન બનાવનાર બેટ્સમેન છે.

વિરાટે 111 ટેસ્ટ મેચમાં 8676 રન બનાવ્યા છે, જેમાં 29 સદી અને 29 અડધી સદી ફટકારી છે, આ સાથે તેણે 7 બેવડી સદી પણ ફટકારી છે. વિરાટે 115 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 4008 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં એક સદી અને 37 અડધી સદી ફટકારી છે.

વિરાટે વર્ષ 2008માં ભારત માટે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. વિરાટ કોહલીએ ભારતીય ટીમની આગેવાની પણ કરી હતી. એક કેપ્ટનની આગેવાનીમાં ભારતીય ટીમ સૌથી વધુ ટેસ્ટ વિરાટની આગેવનીમાં જ જીતી છે. વિરાટે 68 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું અને તેમાંથી 40માં જીત મેળવી હતી.

IPLમાં સૌથી વધુ 7,263 રન બનાવનાર બેટ્સમેન પણ વિરાટ કોહલી છે. IPLની એક સિઝનમાં સૌથી વધુ 973 રન બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે છે. તે એવો બેટ્સમેન છે જેણે IPLની એક સિઝનમાં સૌથી વધુ 4 સદી ફટકારી છે, જ્યારે આ IPLમાં સૌથી વધુ 7 સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button