Happy Birthday Gautam Gambhir; લાઈમલાઈટમાં ન આવતી નતાશા અને ઈન્ડિયન કૉચની કેમેસ્ટ્રી વિશે જાણો મીઠીમધુરી વાતો

નવી દિલ્હી: આજે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને જન્મદિવસ છે. ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને એશિયા કપ 2025 જેવી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. ભારતીય ટીમના ઓપનીંગ બેટર તરીકે પણ ગૌતમ ગંભીરની કારકિર્દી શાનદાર રહી છે, તેઓ ભાજપના સંસદ પણ રહી ચુક્યા છે, જેના વિષે સૌ જાણતા જ હશે. પરંતુ ગૌતમ ગંભીર અને તેમની પત્ની નતાશા જૈન ગંભીરના લગ્ન જીવન વિષે ખુબ ઓછા લોકો જાણતા હશે.
ગૌતમ ગંભીરના લગ્ન નતાશા જૈન સાથે થયા છે. ગૌતમ અને નતાશા બંનેના પિતા વર્ષોથી મિત્રો હતા. ગૌતમ અને નતાશા 2007 માં પારિવારિક મિત્રો દ્વારા એક બીજા મળ્યા હતા, ભારતે વર્ષ 2011માં વર્લ્ડ કપ જીત્યો ત્યાર બાદ બંનેએ લગ્ન કર્યા હતા. ગૌતમ અને નતાશા આઝીન અને અનાઈઝા નામની બે પુત્રીઓ છે.
ગંભીરે પ્રતિજ્ઞા લીધી વર્લ્ડ કપ 2011ના પહેલા તે લગ્ન નહીં કરે. વર્લ્ડ કપ 2011માં ભારતને જીત અપાવવા ગંભીરે મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્લ્ડ કપ બાદ બંને લગ્ન બંધને જોડાયા હતાં.
જાણો નતાશા વિષે:
નતાશા જૈનનો જન્મ એક ઉદ્યોગપતિ પરિવારમાં થયો હતો, તેના પિતા રવિન્દ્ર જૈન દિલ્હીના જાણીતા ઉદ્યોગપતિ છે. નતાશાએ BBAમાં ગ્રેજ્યુએશન કર્યું છે, અને પીઆર, એડવર્ટાઈઝમેન્ટ અને જેમોલોજીનો અભ્યાસ કર્યો છે. તેને જ્વેલરી ડિઝાઇન, હોમ ડેકોર અને બેકિંગમાં નિપુણતા ધરાવે છે. તે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @natashagauti પર પરિવાર સાથેના, લાઈફ સ્ટાઈલ અને બેકિંગના ફોટો અને વિડીયો શેર કરતી રહે છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 589K થી વધુ ફોલોઅર્સ છે.
ઘરમાં નો-ક્રિકેટ પોલીસી:
ગંભીરને કારકિર્દી દરમિયાન ખૂબ ફેમ મળી હોવા છતાં બંને લાઈમ લાઈટથી દૂર રહે છે. ઓક્ટોબર 2011માં લગ્ન સમારોહ પણ ગુપ્ત રાખવામાં આવો હતો,માત્ર અંગત મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બંનેના લગ્નને 12 વર્ષ થઇ ચુક્યા છે.
દંપતીને બે પુત્રીઓ છે, 11 વર્ષની આઝીન અને 7 વર્ષની અનાઈઝ. ગૌતમ ગંભીરના કેટલીક વાર પરિવાર સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.
ગૌતમ અને નતાશા બંને દીકરીઓને સતત મીડિયા ગ્લેથી રાખે છે. ગૌતમ અને નતાશાએ “નો-ક્રિકેટ-એટ-હોમ” પોલિસી અપનાવી છે, ઘરમાં ક્રિકેટ વિષે જોઈ ચર્ચા કરવામાં નથી આવતી, માત્ર પારિવારિક બાબતોની જ ચર્ચા કરવામાં આવે છે.
આપણ વાંચો: જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બે આંતકી ઠાર