સ્પોર્ટસ

અડધી Team India આવતા શનિવારે ન્યૂ યૉર્ક જશે: જાણો કોણ-કોણ વહેલા રવાના થશે

Mumbai: IPLની 17મી સીઝનનો નૉકઆઉટ રાઉન્ડ (પ્લે-ઑફ) નજીક આવી ગયો છે અને ટોચની ચાર ટીમના ખેલાડીઓના જ પર્ફોર્મન્સ પર હવે બધાની નજર રહેશે. બાકીની છ ટીમની બાદબાકી થઈ રહી છે એટલે એમાંના એવા ભારતીય ખેલાડીઓ જેમનો પહેલી જૂને અમેરિકામાં શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup) માટેની ટીમમાં સમાવેશ કરાયો છે તેઓ આવતા શનિવારે (પચીસમી મેએ) ન્યૂ યૉર્ક જવા રવાના થશે. બાકીના ભારતીય ખેલાડીઓ પ્લે-ઑફ બાદ (26મી મેની ફાઇનલ પછી 27મી મેએ) ભારતથી રવાના થશે.

અગાઉની યોજના એવી હતી કે પ્લે-ઑફની રેસમાંથી બહાર થનારી ટીમના ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને 21મી મેએ અથવા 24મી મેએ ન્યૂ યૉર્ક મોકલવાના હતા, પણ ભારતની વર્લ્ડ કપ પહેલાં (પહેલી જૂને) માત્ર બાંગલાદેશ સામે જ વૉર્મ-અપ મૅચ રમાવાની હોવાથી પ્રોગ્રામમાં ફેરફાર કરાયો છે અને ખેલાડીઓના પ્રથમ જૂથને પચીસમી મેએ ન્યૂ યૉર્ક મોકલવામાં આવશે.
જે ખેલાડીઓ આવતા શનિવારે ન્યૂ યૉર્ક જવા રવાના થશે એ પ્રથમ બૅચના ખેલાડીઓમાં રોહિત શર્મા ((Rohit Sharma), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રિષભ પંત, અર્શદીપ સિંહ, અક્ષર પટેલનો સમાવેશ છે. તેમની સાથે કોચિંગ તથા સપોર્ટ સ્ટાફના કેટલાક મેમ્બર્સ પણ જશે.
વિશ્ર્વકપમાં ભારતની પ્રથમ મૅચ પાંચમી જૂને ન્યૂ યૉર્કમાં આયરલૅન્ડ સામે રમાશે. ત્યાર બાદ નવમી જૂને એ જ સ્થળે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વૉલ્ટેજ મુકાબલો થશે.

વર્લ્ડ કપ માટેની ભારતની ટીમ આ મુજબ છે: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ-કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

IPL-2024 : હાર્દિક (Hardik Pandya) આવતી સીઝનની પ્રથમ મૅચ નહીં રમી શકે, અત્યારથી જ મુકાયો પ્રતિબંધ: 30 લાખ રૂપિયાનો દંડ પણ કરાયો

IPL-2024: ભાઈ પહેલાંથી જ મારી વાટ લાગી ગઈ છે…. Rohit Sharmaએ કોને કહ્યું આવું?

MI vs LSG: મુંબઈ (MI)ની ત્રણ સીઝનમાં બીજી વાર 10મા નંબર સાથે વિદાય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker