ગુવાહાટી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા 489 રનમાં ઓલ આઉટ, મુથુસામી-યાનસેને ભારતીય બોલર્સને હંફાવ્યા

ગુવાહાટી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટર્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. પહેલી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 489 રન બનાવીને ઓલ આઉટ થઇ. દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ રન સેનુરન મુથુસામી (109) એ બનાવ્યા, જ્યારે ભારત તરફથી સૌથી વધુ વિકેટ કુલદીપ યાદવે લીધી હતી.
ગુવાહાટી ટેસ્ટમાં ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્પા બવુમાએ પહેલા બેટિંગ પસંદ કરી હતી, મેચના પહેલા દિવસે દક્ષિણ આફ્રિકાએ સારી શરૂઆત કરી. દક્ષિણ આફ્રિકાના ટોચ ઓર્ડરના બેટર્સ એડન માર્કરામ (38), રાયન રિકેલ્ટન (35), ટ્રિસ્ટન સ્ટબ્સ (49) અને કેપ્ટન ટેમ્બા બાવુમા (41) એ ટીમને સારી શરૂઆત આપાવી. પહેલા દિવસે ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. પહેલા દિવસન અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 247/6 રહ્યો હતો.
આપણ વાચો: આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કાંટે કી ટક્કરઃ મેચ જીતનાર સિરીઝ જીતશે
બીજા દિવસે ભારતીય બોલર્સ લાચાર દેખાયા
ભારતીય ક્રિકેટ ચાહકોને આશા હતી કે બીજા દિવસના પ્રથમ સેશનમાં દક્ષિણ આફ્રિકા ઓલ આઉટ થઇ જશે, પરંતુ એવું થયું નહીં દક્ષિણ આફ્રિકાને મિડલ ઓર્ડર અને ટેઈલ એન્ડરના બેટરોએ મજબુર લડત બતાવી. કાયલ વેરેન 122 બોલમાં 45 રન બનાવ્યા. ઓલરાઉન્ડર સેનુરન મુથુસામીએ તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી; તેણે 206 બોલમાં 109 રન બનાવ્યા.
મોહમ્મદ સિરાજે મુથુસામીની વિકેટ લીધી, ત્યાર બાદ જસપ્રીત બુમ્રાહે સિમોન હાર્મર(05)ની વિકેટ લીધી, પરંતુ સામે રહેલા માર્કો યાનસેને વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી. માર્કો યાનસેન તેની પહેલી સદીની નજીક પહોંચીને ચુકી ગયો, તેને 91 બોલમાં 93 રન બનાવીને કુલદીપ યાદવના બોલ પર બોલ્ડ આઉટ થયો, તેણે 7 છગ્ગા ફટકાર્યા.
દક્ષિણ આફ્રિકાના બેટર્સ સામે ભારતના બોલર્સ લાચાર દેખાયા. ભારત તરફથી કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી હતી, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને 2-2 વિકેટ મળી. રવિન્દ્ર જાડેજાને 2 વિકેટ મળી.
આપણ વાચો: ભારત vs દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝ; આ જગ્યાએ રમાશે મેચ, જાણો કયારે અને ક્યાં જોઈ શકશો
મેચ જીતવી જરૂરી:
ભારત તરફથી યશસ્વી જયસ્વાલ અને કે એલ રાહુલ બેટિંગ કરવા ઉતર્યા છે. કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ભારત ટીમની 30 રનથી હાર થઇ હતી, દક્ષિણ આફ્રિકા સિરીઝમાં 1-0થી આગળ છે. સિરીઝ ડ્રો કરવા માટે ભારતીય ટીમને આ મેચ જીતવી જરૂરી છે.



