સ્પોર્ટસ

ગુકેશે વર્લ્ડ ચૅમ્પિયન બન્યા પછી ટ્રોફીને કેમ હાથ પણ ન અડાડ્યો?

સિંગાપોરઃ ચેસના ગૅ્રન્ડ માસ્ટર ડી. ગુકેશે વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ પોતાની લાગણીઓને એટલી બધી કાબૂમાં રાખી હતી અને માતા-પિતા તેમ જ વડીલો તથા કોચ પાસેથી મળેલા સંસ્કારોની ઓળખ અહીં ચેસની સર્વોત્તમ ટ્રોફી જીત્યા પછી આપી હતી. તેણે ચીનના ડિન્ગ લિરેનને હરાવ્યા બાદ કલાકો સુધી ટ્રોફીને માત્ર નિહાળી હતી, એને અડ્યો નહોતો.

પહેલાં તો હર્ષથી ભાવવિભોર બની ગયેલો ગુકેશ ગુરુવારે વર્લ્ડ ચૅમ્પિયન બન્યા પછી દસેક મિનિટ સુધી રડ્યો હતો અને પછી તેણે પૅરેન્ટ્સ તેમ જ ચાહકો સાથે ઉજવણી શરૂ કરી હતી.

આ પણ વાંચો : Gukesh Well Done: Chess Champion ગુકેશને રાષ્ટ્રપતિ અને PM Modiએ આપ્યા અભિનંદન

ગુકેશે વિશ્વ વિજેતાપદ મેળવ્યા બાદ પોતાને મળનારી ટ્રોફી સામે જોઈને બાળકની જેમ હસ્યો હતો.

ફિડે તરીકે જાણીતા ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી નાની વીડિયો ક્લિપમાં ગુકેશ એવું બોલતો સંભળાયો હતો કે `મેં પહેલી જ વાર આ સર્વોચ્ચ ટ્રોફી આટલી નજીકથી જોઈ. જોકે હમણાં હું એને અડીશ નહીં. હું માત્ર ક્લોઝિંગ સેરેમની વખતે જ એ હાથમાં લઈશ.’

https://twitter.com/i/status/1867206251865899373

જ્યારે પછીથી સમાપન સમારોહ યોજાયો ત્યારે ગુકેશે ટ્રોફી હાથમાં લીધી હતી. તે પિતાને ખૂબ ભેટ્યો હતો અને મમ્મીને પણ મળીને ઇમોશનલ થઈ ગયો હતો. તેના મમ્મીએ દીકરાની સર્વોત્તમ ટ્રોફીને ચૂમી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button