સ્પોર્ટસ

14 માંથી 10 ગેમ પૂરી, ગુકેશ-લિરેન હજી પણ સરખેસરખા…

સિંગાપોરઃ ભારતનો 18 વર્ષનો ડી. ગુકેશ વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં ચીનના ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન 32 વર્ષના ડિન્ગ લિરેનને સતતપણે જોરદાર લડત આપી રહ્યો છે અને તેને (લિરેનને) વધુ એક ગેમ જીતવાનો મોકો ન મળે એની ખાસ તકેદારી રાખી રહ્યો છે. શનિવારે બન્ને વચ્ચેની 10મી ગેમ ડ્રૉમાં ગઈ હતી. એ સાથે, બન્ને વચ્ચેની સતત સાત ગેમ ડ્રૉમાં ગઈ છે.

કુલ મળીને આઠ ગેમ ડ્રૉમાં ગઈ છે. મુકાબલાની પહેલી ગેમ લિરેન જીત્યો હતો, જ્યારે ત્રીજી ગેમમાં ગુકેશે વિજય મેળવ્યો હતો.
શનિવારે ગુકેશ કાળા મ્હોરાથી રમ્યો હતો અને તેણે લિરેનને જોરદાર વળતી લડત આપી હતી.

આ પણ વાંચો : પીએમ મોદીએ એશિયન જુનિયર હૉકી ટીમની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું કે …

લિરેને ગુકેશ સામે વધુ કોઈ જોખમ ઉઠાવવાનું ટાળ્યું હતું અને 36મી ચાલના અંતે બન્ને ખેલાડી ડ્રૉ માટે સંમત થયા અને એ પરિણામથી લિરેન પોતે પણ ખુશ હતો.

ગુકેશ અને લિરેન, બન્નેના પાંચ-પાંચ પૉઇન્ટ થયા છે. બેમાંથી જે ખેલાડી કુલ 7.5 પૉઇન્ટના આંકડા પર પહોંચશે તે વિશ્વવિજેતા બનશે અને તેને 21.17 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ મળશે. બેમાંથી જે ખેલાડી વધુ 2.5 પૉઇન્ટ મેળવશે એ વર્લ્ડ ચૅમ્પિયન કહેવાશે.

આ મુકાબલામાં હવે ફક્ત ચાર ગેમ રમાવાની બાકી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button