વર્લ્ડ ચૅમ્પિયન ગુકેશે વર્લ્ડ નંબર-વન કાર્લસનને હરાવ્યો…

ઝાગ્રેબ (ક્રોએશિયા): ભારતના ચેસના વર્લ્ડ ચૅમ્પિયન ડી. ગુકેશે (D. GUKESH) અહીં સુપર યુનાઇટેડ રૅપિડ ઍન્ડ બ્લિટ્ઝ ચેસ (CHESS) ટૂર્નામેન્ટમાં વર્લ્ડ નંબર-વન નોર્વેના મૅગ્નસ કાર્લસનને હરાવીને છઠ્ઠા રાઉન્ડને અંતે તમામ ખેલાડીઓમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું.
ગુકેશ વર્ષોથી નંબર-વનના સિંહાસન પર બિરાજમાન ભૂતપૂર્વ વિશ્વ વિજેતા કાર્લસન (CARLSEN)ને બીજી વાર હરાવવામાં સફળતા મેળવી છે. ઝાગ્રેબની સ્પર્ધામાં ગુકેશની આ પાંચમી જીત હતી. ગુકેશે છ રાઉન્ડને અંતે મહત્તમ 12 પૉઇન્ટ સામે 10 પૉઇન્ટ મેળવીને અવ્વલ સ્થાન મેળવ્યું હતું.
ભારતનો જ આર. પ્રજ્ઞાનાનંદ સાતમા સ્થાને છે. કાર્લસન હંમેશાં ફાસ્ટ ચેસમાં ગુકેશની ટીકા કરતો આવ્યો છે, પરંતુ ગુરુવારે ગુકેશે તેને એના જ ખાસ ફૉર્મેટમાં તેને હરાવીને તેની બોલતી બંધ કરી હતી.
આ પણ વાંચો : Chess Champion D Gukesh પર ફિદા થઈ અનુષ્કા, પિતાનો વીડિયો શેર કરી લખ્યું