IPLમાં હાર્દિક-બુમરાહ સહિત કયા ગુજરાતી ક્રિકેટરને કેટલા કરોડમાં રિટેન કરવામાં આવ્યા? જાણો
IPL Updates: આઈપીએલ 2025ના રિટેંશન લિસ્ટ દિવાળીના દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ રિટેન કરશે કે નહીં તેના પર સૌની નજર હતી. આઈપીએલની ગત સિઝનમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સનો કંગાળ દેખાવ રહ્યો હતો.
આઈપીએલમાં કયા ગુજરાતી ખેલાડીને કઈ ફ્રેન્ચાઈઝીએ કેટલા કરોડમાં રિટેન કર્યા?
મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રીત બુમરાહને રૂ. 18 કરોડમાં રિટેન કર્યો હતો. જ્યારે હાર્દિક પંડ્યાને પણ મુંબઈ ઈન્ડિયન્સે રૂ.16.35 કરોડમાં રિટેન કર્યો હતો. હાર્દિક પંડ્યાએ ટી20 વર્લ્ડકપ ફાઈનલની અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગ કરીને ભારતને વિજેતા બનાવ્યું હતું.
આપણ વાંચો: IPL 2025: આઈપીએલ ખેલાડીઓનું રિટેંશન લિસ્ટ થયું જાહેર, જાણો પંત, ધોની, રોહિત શર્માનું શું થયું
ચેન્નઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને રૂ. 18 કરોડમાં રિટેન કર્યો છે. ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ જાડેજાએ આંતરરાષ્ટ્રીય ટી20માંથી સંન્યાસની જાહેરાત કરી હતી.
દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલને 16.5 કરોડમાં રિટેન કર્યો છે. ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં અક્ષર પટેલે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
ચેતન સાકરિયા, હર્ષલ પટેલ જેવા ગુજરાતી ક્રિકેટરને ફ્રેન્ચાઈઝી દ્વારા રિટેન કરવામાં આવ્યા નથી.