ચેન્નઈ સુપર કિંગ્સને ઝટકોઃ ગુજરાત ટાઈટન્સનો વોશિંગ્ટન સુંદરને છોડવાનો ઈનકાર

ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ આગામી સીઝન પહેલા મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. ટીમ ચેપોકમાં સંજૂ સેમસનને લાવવાની નજીક છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, ગુજરાત ટાઇટન્સે વોશિંગ્ટન સુંદરને આગામી સીઝન માટે ટીમનો મહત્વપૂર્ણ ભાગ માનીને તેને રિલીઝ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
વાસ્તવમાં ચેન્નઈએ રવિન્દ્ર જાડેજા અને સંજૂ સેમસન વચ્ચે સ્વેપ ડીલ અંગે રાજસ્થાન રોયલ્સ સાથે વાતચીત શરૂ કરી હતી. ફ્રેન્ચાઇઝી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનું સ્થાન લઈ શકે તેવા ભારતીય સ્પિનરની પણ શોધમાં હતી. અફઘાનિસ્તાનના નૂર અહેમદ હાલમાં ટીમના એકમાત્ર સ્પિનર છે, જેમાં શ્રેયસ ગોપાલ બેકઅપ વિકલ્પ તરીકે છે.
, ચેન્નઈ સુપર કિંગ્સે વોશિંગ્ટન સુંદરને ફ્રેન્ચાઇઝમાં લાવવાનું વિચાર્યું હતું, જેના કારણે તેને મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગ સાથે ફરી જોડાવાની તક મળી હોત. વોશિંગ્ટન સુંદરની પહેલી આઈપીએલ સીઝન સ્ટીફન ફ્લેમિંગની કોચિંગમાં શરૂ થઈ હતી, જ્યાં તે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે રમ્યો હતો.
આ પણ વાંચો: આઈપીએલ પ્લેયરને જાનથી મારી નાખવાની મળી ધમકી, જાણો સમગ્ર મામલો?
વોશિંગ્ટનની તકો ઓછી થઈ ગઈ છે કારણ કે સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 2023 અને 2024 સીઝનમાં સતત બેન્ચ પર રાખ્યો હતો. ગયા સીઝનમાં ગુજરાતે તેને 3.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેણે ફક્ત છ મેચ રમી હતી. જોકે, ત્યારથી તેના પ્રદર્શનમાં સુધારો થયો છે, કારણ કે તે ભારત માટે ઓલ-ફોર્મેટ ખેલાડી બની ગયો છે. સૌથી અગત્યનું તેની બેટિંગ ખાસ કરીને તેની પાવર-હિટિંગમાં નોંધપાત્ર સુધારો થયો છે.
તે કોઈ પણ પોઝિશન પર બોલિંગ કરી શકે છે. જો કે, તેણે ભૂતકાળમાં બતાવ્યું છે કે તે ઓપનર તરીકે પણ રમી શકે છે. વોશિંગ્ટન સુંદર સાથેનો ટ્રેડ નિષ્ફળ ગયા પછી ચેન્નઈ તેમના સ્પિનરોની જગ્યા કેવી રીતે ભરે છે તે જોવું રસપ્રદ રહેશે.



