IPL-2024માં Gujarat Titansને લાગ્યો મોટો આંચકો, આ સ્ટાર બોલર થયો બહાર…
IPL-2024ને હજી તો શરૂ નથી થઈ ત્યાં દરરોજ IPLને લઈને દરરોજ નવા નવા અપડેટ્સ અને સમાચાર આવતા જ હોય છે. હવે Gujarat Titansને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર IPL-2024 નહીં રમે. અત્રે ઉલ્લેખનીય છે કે 2023માં રમાયેલા વર્લ્ડકપ બાદથી મોહમ્મદ શમી એક પણ મેચ રમ્યો નથી અને તે ઘૂંટણની ઈજાને કારણે ગ્રાઉન્ડથી દૂર હતો.
હવે સામે આવી રહેલાં રિપોર્ટ્સ પ્રમાણે શમી આઈપીએલ 2024માંથી બહાર થઈ ગયો છે અને શમીનું નહીં રમવું ગુજરાત ટાઈટન્સ માટે ચોક્કસ જ એક મોટો આંચકો સાબિત થઈ શકે એમ છે. શમી ગુજરાત ટાઈટન્સના મેઈન બોલર છે અને ગઈ સિઝનમાં આઈપીએલ-2023મા સૌથી વધુ વિકેટ લેનારા બોલર બની ગયા હતા. 17 મેચમાં 18.61ની શાનદાર સરેરાશ સાથે 28 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન શમીએ બે ફોર વિકેટ હોલ લીધી હતી
એક જાણીતી ન્યુઝ એજન્સી બીસીસીઆઈનાના સૂત્રોએ જણાવ્યું હતું કે ઘૂંટણની ઈજાને કારણે શમી આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. શમીને સર્જરીની જરૂર છે અને લંડનમાં તેની સર્જી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શમીને ગુજરાતની ટીમે 2022ના મેગા ઓક્શનમાં રૂપિયામાં 6.25 કરોડમાં ખરીદ્યો હતો. બસ ત્યારથી જ તે ટીમનો મહત્ત્વનો સક્સેસફૂલ બોલર બની રહ્યો હતો. ગુજરાત ટાઈટન્સમાં આવવા પહેલાં શમી પંજાબ કિંગ્સ ઈલેવનનો હિસ્સો રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમનો સાથ છોડ્યો હતો અને હવે શમીની એક્ઝિટથી ટીમને બીજો મોટો આંચકો લાગ્યો છે.