સ્પોર્ટસ

રણજી ટ્રોફીમાં ગુજરાત અને બરોડા જીત્યા, પરંતુ સૌરાષ્ટ્રએ ડ્રૉથી સંતોષ માનવો પડ્યો

વલસાડ: રણજી ટ્રોફીના એલીટ ગ્રુપમાં સોમવારે વલસાડની ચાર દિવસીય મૅચમાં ગુજરાતે તામિલનાડુને 111 રનથી હરાવીને 6 પૉઇન્ટ મેળવ્યા હતા. તામિલનાડુની ટીમ 299 રનના લક્ષ્યાંક સામે અર્ઝાનની ચાર, ચિંતન ગજાની ત્રણ અને પ્રિયજિતસિંહ જાડેજાની બે વિકેટને કારણે 187 રને ઑલઆઉટ થઈ ગયું હતું. વડોદરામાં ઓડિશા 432 રનના ટાર્ગેટ સામે 284 રને આઉટ થતાં બરોડાનો 147 રનથી વિજય થયો હતો. બરોડાના મહેશ પિઠિયાએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી.

રાજકોટમાં ચેતેશ્ર્વર પુજારાની પ્રથમ દાવની ડબલ સેન્ચુરી પછી લાગતું હતું કે સૌરાષ્ટ્રને જીતવાની સારી તક છે, પરંતુ ઝારખંડની ટીમ કુમાર સૂરજના (261 બૉલમાં બનેલા) અણનમ 113 રન અને ઓપનર કુમાર દેબબ્રતના (169 બૉલમાં બનેલા) 91 રન તેમ જ કૅપ્ટન વિરાટ સિંહના (153 બૉલમાં બનેલા)અણનમ 51 રનની મદદથી મૅચને ડ્રૉમાં લઈ જવામાં સફળતા મેળવી હતી. મૅચને અંતે ઝારખંડનો બીજા દાવનો સ્કોર ત્રણ વિકેટે 306 રન હતો. સૌરાષ્ટ્રએ પ્રથમ દાવ ચાર વિકેટે 578 રનના સ્કોરે ડિક્લેર કર્યો હતો. પ્રથમ દાવમાં ઝારખંડના ફક્ત 142 રન હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button