સ્પોર્ટસ

રૅન્કિંગમાં આ ક્રિકેટર ટૉપ-ટેનની બહાર હતો, હવે સીધો ત્રીજા નંબરે

દુબઈ: વેસ્ટ ઇન્ડિઝે મંગળવારે ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં 3-0થી જે ક્લીન સ્વીપ કરી એમાં અવ્વલ દરજ્જાનું પર્ફોર્મ ન કરવા છતાં કૅરિબિયન સ્પિનર ગુડાકેશ મૉટીને મોટો ફાયદો થયો છે. તેણે ત્રણ મૅચની સિરીઝમાં ફક્ત એક વિકેટ લીધી હતી, પરંતુ આઇસીસીએ જાહેર કરેલા નવા ટી-20 રૅન્કિંગમાં તે અગાઉના પર્ફોર્મન્સ બદલ બોલર્સના લિસ્ટમાં ત્રીજા નંબર પર આવી ગયો છે. આ યાદી બની એ પહેલાં તે ટૉપ-ટેનની બહાર (છેક 13મા નંબરે) હતો, જ્યારે હવે ટૉપ-થ્રીમાં આવી ગયો છે.

ક્રિકેટજગતમાં ગુડાકેશ મૉટી ‘મૉટી-ક્ન્હાઈ’ના નામે જાણીતો છે. તેના નામે હવે 674 પૉઇન્ટ છે. તેના જ દેશનો સ્પિનર અકીલ હોસેઇન (680 પૉઇન્ટ) બીજા નંબરે અને ઇંગ્લૅન્ડનો સ્પિનર આદિલ રાશિદ (718) નંબર-વન છે.

અકીલે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ચાર વિકેટ લીધી હતી અને ચાર સ્થાનની છલાંગ લગાવી છે.
ટી-20 બોલર્સના ટૉપ-ટેનમાં એકમાત્ર ભારતીય રવિ બિશ્ર્નોઈ (635 પૉઇન્ટ) દસમા સ્થાને હતો, પણ હવે તે 11મા નંબરે જતો રહ્યો છે.

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ઍન્રિક નોર્કિયા (662)ને સૌથી વધુ નુકસાન થયું છે. તે ચોથા પરથી છઠ્ઠા નંબર પર જતો રહ્યો છે.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો