IPL 2024સ્પોર્ટસ

IPL Lover’s માટે આવ્યા Good News, BCCIએ જાહેર કરી મહત્ત્વની જાહેરાત…

ક્રિકેટરસિયાઓ માટે તો IPL ચાલુ થાય એટલે જાણે ક્રિકેટનો મહાકુંભ શરૂ થયો હોય એટલો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. હવે ક્રિકેટ ફેન્સ માટે ગૂડ ન્યુઝ સામે આવી રહ્યા છે. આઈપીએલની 17મી સિઝન ભારતમાં જ રમાશે. વાત જાણે એમ છે કે લોકસભાની ચૂંટણીને કારણે BCCI દ્વારા સાતમી એપ્રિલ સુધીની મેચનું જ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, હવે બાકીની મેચનું ટાઈમટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે.

મળી રહેલી માહિતી પ્રમાણે IPL-2024ની તમામ મેચ ભારતમાં જ રમાશે અને સિઝનની ફાઈનલ મેચ 26મી મેના ચેન્નઈમાં રમાશે, જ્યારે ક્વાલિફાયર મેચ અમદાવાદ અને ચેન્નઈમાં રમાશે. સિઝનની તમામ 74 મેચ ભારતમાં જ રમાશે, એવી જાહેરાત કરવામાં આવી છે..

આ પણ વાંચો: શાહરુખને ફરી સ્મોકિંગની તલબ લાગી, નવો વિવાદ વહોરી લીધો

IPL-2024નો ક્વાલિફાયર-1 અને એલિમિનેટર મેચ 21 અને 22મી મેના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ક્વાલિફાયર-2 અને ફાઈનલ મેચ 24મી અને 26મી મેના ચેન્નઈના ચેપોકમાં રમાશે.

BCCIના સચિવ જય શાહ દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે IPL-2024નો બીજો તબક્કો વિદેશમાં નહીં રમાશે. તમામ મેચ ભારતમાં જ રમાશે. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે બીસીસીઆઈના સચિવ જય શાહે IPL-2024ને દેશની બહાર શિફ્ટ કરવાનો ઈનકાર કર્યો હતો.

આ પણ વાંચો: આઇપીએલના પહેલા આદિવાસી ક્રિકેટરે 3.60 કરોડનો કૉન્ટ્રૅક્ટ ગુમાવ્યો

આ સિવાય અનેક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે કેટલીક આઈપીએલ ટીમ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આઈપીએલ-2024ની બાકીની મેચ બીજા દેશમાં રમાડવાની માગણી કરી હતી. ત્યાં સુધી દાવા પણ કરવામાં આવ્યા હતા કે બીસીસીઆઈના સભ્ય યુએઈમાં આઈપીલની બાકીની મેચ રમાડી શકાશે કે નહીં એની તપાસ પણ કરી રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે 16મી માર્ચના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હદી. લોકસભાની 543 સીટ માટે સાત તબક્કામાં 19મી એપ્રિલથી પહેલી જૂન સુધી ચૂંટણી યોજાશે. 22 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક ફેઝમાં મતદાન કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button