gongadi trisha એ U19 T20 વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો...

ભારતની ઓપનર તૃષાએ અન્ડર-19 વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ…

તેલગણાની ખેલાડી વિશ્વની પહેલી બૅટર છે જેણે...

ક્વાલાલમ્પુરઃ મલયેશિયામાં ચાલતા ગર્લ્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકેલી ભારતીય ટીમની ઓપનર ગૉન્ગાડી તૃષા (110 અણનમ, 59 બૉલ, ચાર સિક્સર, તેર ફોર)એ આજે અહીં આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં નવો ઇતિહાસ રચ્યો હતો. તે આ છોકરીઓમાં અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં સેન્ચુરી કરનારી વિશ્વની સૌથી પહેલી ખેલાડી બની છે.

Click on the photo to watch the video X

Also read : ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ‘રમતગમત’ મહત્વની ભૂમિકા નિભાવશેઃ માંડવિયા

ભારતે આ મૅચમાં તૃષાના ઑલરાઉન્ડર પર્ફોર્મન્સથી સ્કૉટલૅન્ડને 150 રનના તોતિંગ માર્જિનથી કચડી નાખ્યું હતું. તૃષા આ મૅચની સુપરસ્ટાર હતી. તેણે જબરદસ્ત ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવ્યો હતો.

ભારતે 209 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં નિઆમ મુઇર નામની કૅપ્ટનના નેતૃત્વમાં સ્કૉટલૅન્ડની ટીમ 14 ઓવરમાં ફક્ત 58 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. બન્ને ઓપનર પિપ્પા કેલી અને એમ્મા વાલ્સિન્ગહૅમના 12-12 રન ટીમમાં હાઇએસ્ટ હતા. લેફ્ટ-આર્મ સ્પિનર આયુષી શુક્લાએ સૌથી વધુ ચાર વિકેટ તેમ જ તૃષા તથા બીજી લેફ્ટ-આર્મ સ્પિનર વૈષ્ણવી શર્માએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

એ પહેલાં, ભારતીય ટીમે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં એક વિકેટે 208 રન બનાવ્યા હતા. એમાં તૃષાના 110 રન ઉપરાંત બીજી ઓપનર જી. કમલિનીના 51 રન પણ સામેલ હતા જે તેણે 42 બૉલમાં નવ ફોરની મદદથી બનાવ્યા હતા. સનિકા ચળકે 29 રને અણનમ રહી હતી. સ્કૉટલૅન્ડની છ બોલરમાંથી એકમાત્ર મૈસી મૅસિરા એક વિકેટ લઈ શકી હતી.

Also read : ‘હાર્દિક્યા-પ્રિન્સુડી’ના વીડિયોએ તો જલસો કરાવી દીધો, ભાઈ…

તૃષાએ પહેલાં કમલિની સાથે 147 રનની અને પછી સનિકા સાથે 61 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
આજની બીજી મૅચમાં બાંગ્લાદેશે વેસ્ટ ઇન્ડિઝને 10 વિકેટે હરાવીને આ સ્પર્ધામાંથી વહેલી વિદાય લીધી હતી.

સંબંધિત લેખો

Back to top button