એક વખત Pakistan જઈ આવો… જાણો કેમ કહ્યું કેપ્ટન કૂલે આવું?
હેડિંગ વાંચીને તમને થઈ ગયું હશે કે આખરે એવું તે શું થયું કે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટફેન્સમાં કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોનીએ કેમ આવું વિવાદાસ્પદ નિવેદન કર્યું? તો તમારા આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.
મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાનને લઈને તેમણે એક કમેન્ટ કરી છે. ધોની આ વીડિયોમાં પાકિસ્તાની ભોજનની પ્રશંસા કરતો જોવા મળી રહ્યો છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે કેપ્ટન કૂલ ખાવાના શોખીન છે અને તે અલગ અલગ પ્રકારની વાનગીઓ ખાવાનું અને ટેસ્ટ કરવાનું ખૂબ જ પસંદ કરે છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટનને એક ફેને સ્વાદિષ્ટ ભોજન માટે પાકિસ્તાન જવાની સલાહ આપી હતી. પરંતુ કેપ્ટન કૂલે ખૂબ જ નમ્રતાપૂર્વક ઈન્કાર કરી દીધો હતો અને તેણે કહ્યું હતું કે તે પાકિસ્તાન નહીં જાય, ભલે ને ત્યાં ગમે એટલું સારું ખાવાનું કેમ ના મળતું હોય. જોકે, ફેનને આવો જવાબ આપ્યા બાદ પણ ધોનીએ એ વાત તો કબૂલી હતી કે ત્યાંનું ભોજન સ્વાદિષ્ટ થઈ છે.
ગેમની વાત કરીએ તો કેપ્ટન કૂલના નેતૃત્વ હેઠળ સીએસકે પાંચ વખત આઈપીએલની ટ્રોફી જીતી છે અને હવે 2024માં પણ ધોની આઈપીએલ રમતો જોવા મળશે. ફેન્સ તેની ગેમ જોવા માટે આખુંઆખું વર્ષ રાહ જુએ.