India’s girls Team for Under-19 T20 World Cup Announced

ગર્લ્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપને ત્રણ જ અઠવાડિયા બાકી, જાણો ભારતની ટીમમાં કોણ-કોણ છે?

ક્વાલાલમ્પુરઃ મલયેશિયામાં આગામી 18મી જાન્યુઆરીએ ટીનેજ છોકરીઓ માટેનો અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે જેમાં ભારત સહિત કુલ આઠ દેશની ટીમ ભાગ લેશે.

આ ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મૅચ 19મી જાન્યુઆરીએ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાશે. ભારત સહિત તમામ દેશોએ પોતપોતાની ટીમ જાહેર કરી દીધી છે.

તાજેતરમાં ભારતની અન્ડર-19 ગર્લ્સ ટીમે એશિયા કપમાં સારું પર્ફોર્મ કર્યું હતું અને હવે આ ટીમ વર્લ્ડ કપ માટે તૈયાર થઈ રહી છે.

ભારતના જુનિયર ટીમ માટેના સિલેક્ટર્સે ટીમનું નેતૃત્વ નિક્કી પ્રસાદને સોંપ્યું છે. તેની સાથે આયુષી શુક્લા પણ ટીમની મહત્ત્વની ખેલાડી છે. એશિયા કપમાં તે ઘણું સારું રમી હતી.

આ પણ વાંચો : રોહિત સેનાના ફ્લૉપ-શૉ પછી ગૌતમ થયો ગંભીર, ડ્રેસિંગ-રૂમમાં બોલ્યો `બહુત હો ગયા’…

ભારતના ગ્રૂપમાં વેસ્ટ ઇન્ડિઝ તેમ જ યજમાન મલયેશિયા અને શ્રીલંકાનો સમાવેશ છે. મલયેશિયા અને શ્રીલંકાએ હજી ટીમ જાહેર નથી કરી.

ભારતીય ટીમમાં કૅપ્ટન નિક્કી પ્રસાદ અને આયુષી શુક્લા ઉપરાંત સનિકા ચાળકે, જી. ત્રિશા, કમલિની જી, ભાવિકા આહિરે, ઈશ્વરી અવાસરે, મિથિલા વિનોદ, જોશિતા વીજે, સોનમ યાદવ, પરુણિકા સિસોદિયા, કેસરી દ્રિતી, આનંદિતા કિશોર, એમડી શબનમ અને વૈષ્ણવી એસ.નો સમાવેશ છે.

કોમલ ખાન પાકિસ્તાનની કૅપ્ટન છે, જ્યારે અન્ય દેશોની સુકાનીની યાદી આ મુજબ છેઃ સમરા રામનાથ (વેસ્ટ ઇન્ડિઝ), ફૉબે બ્રેટ (ઇંગ્લૅન્ડ), ઍમી હન્ટર (આયરલૅન્ડ) તથા અનિકા રેડ્ડી કૉલન (અમેરિકા).

સંબંધિત લેખો

Back to top button