ઘાટકોપર જૉલી જિમખાનાની આંતર-સ્કૂલ સીઝન બૉલ ક્રિકેટ ટૂર્નામેન્ટનો આરંભ…
મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના ક્રિકેટ સબ-કમિટી દ્વારા આયોજિત નવી ઈન્ટર-સ્કૂલ સીઝન બૉલ ક્રિકેટ ટૂર્નામેન્ટનો રોમાંચક આરંભ થયો છે.
આ પણ વાંચો : IND vs AUS: વિરાટ કોહલી ડોન બ્રેડમેનનો 76 વર્ષ જૂનો આ રેકોર્ડ તોડી શકે છે…
આ જિમખાના દ્વારા છેલ્લા સતત 15 વર્ષથી ટૂર્નામેન્ટનું સફળ આયોજન ચૅરમેન રજનીકાંત શાહ, મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ અજમેરા, સેક્રેટરી મુકેશભાઈ બદાણી તથા પરેશ શાહ, ટ્રસ્ટી ગણ તેમ જ મેનેજિંગ કમિટીના સભ્યોના પ્રોત્સાહનથી કરવામાં આવે છે.
આ વખતની સ્પર્ધાનો આરંભ મંગળવાર, ત્રીજી ડિસેમ્બરે સવારે 10 કલાકે જોઇન્ટ સ્પોર્ટ્સ કૉ-ઑર્ડિનેટર પ્રશાંત કારિયા તથા નલીનભાઇ મહેતા, ક્રિકેટ ઈન-ચાર્જ નિશિથભાઈ ગોળવાલા, ક્નવીનર મથુરાભાઈ ભાનુશાલી, જોઈન્ટ ક્નવીનર બન્ટીભાઈ દોશી તથા ક્રિકેટ સબ-કમિટીના મેમ્બરોની હાજરીમાં રિબન કાપીને કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : શિખર ધવનની નેપાળ પ્રીમિયર લીગમાં નિરાશાજનક શરૂઆત, ફક્ત 14 બૉલમાં…
ટૂર્નામેન્ટમાં કુલ 8 સ્કૂલ ભાગ લઈ રહી છે.
1) એમ.ડી. ભાટિયા હાઈસ્કૂલ, ઘાટકોપર (2) આર. એન. ગાંધી હાઈસ્કૂલ, ઘાટકોપર (3) સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ, ચેમ્બુર (4) મોડર્ન ઈંગ્લિશ સ્કૂલ, ચેમ્બુર (5) શ્રી અમુલખ અમીચંદ હાઈસ્કૂલ, માટૂંગા(6) બી. એ. કે. સ્વાધ્યાય હાઈસ્કૂલ, માટૂંગા(7) પવાર પબ્લિક હાઈસ્કૂલ, ભાંડુપ તથા (8) પરાગ ઈંગ્લિશ સ્કૂલ, ભાંડુપ.
ટૂર્નામેન્ટની પ્રથમ મૅચ સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ અને આર. એન. ગાંધી હાઇસ્કૂલ વચ્ચે રમાઈ હતી જેમાં સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલે વિજય મેળવ્યો હતો. ટૂર્નામેન્ટ 35-35 ઓવરની મૅચવાળી છે.
ટૂર્નામેન્ટની ફાઈનલ બારમી ડિસેમ્બરે રમાશે.