ઘાટકોપર જૉલી જિમખાનાની ટર્ફ બૉક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જૉલી ચૅમ્પિયન ટીમ વિજેતા

વિજેતા અને ઉપ-વિજેતા ટીમ સાથે ઘાટકોપર જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, સેક્રેટરી મુકેશ બદાણી, ખજાનચી બળવંત સંઘરાજકા, ટ્રસ્ટી હરીશ ગાંધી, જોઇન્ટ સ્પોર્ટ્સ કૉ-ઑર્ડિનેટર પ્રશાંત કારિયા, નલિન મહેતા, મૅનેજિંગ કમિટી મેમ્બર અમિત કોટક, ક્રિકેટ-ઇન્ચાર્જ નિશિથ ગોળવાલા, ક્નવીનર મથુરાદાસ ભાનુશાલી, જોઇન્ટ ક્નવીનર જીતુ ઠક્કર, નિલેશ સરવૈયા તથા અન્યો.
મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાનાની ક્રિકેટ સબ-કમિટી તથા મલ્ટિ ટર્ફ સબ-કમિટી દ્વારા ચેરમેન રજનીકાંત શાહ, મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી અને પરેશ શાહ તેમ જ સમગ્ર ટ્રસ્ટીગણ અને કારોબારી સમિતિના સભ્યોના પ્રોત્સાહનથી જિમખાનાના સભ્યો માટે આયોજિત ટર્ફ બૉક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૉલી ચૅમ્પિયન ટીમ વિજેતા બની હતી.
સભ્યોનું રજિસ્ટ્રેશન પ્રથમ 100 પુરુષ ખેલાડી તથા 24 મહિલા ખેલાડી પૂરતું મર્યાદિત રાખવામાં આવ્યું હતું અને દરેકનો ચાર ગ્રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક ગ્રૂપમાં ત્રણ-ત્રણ ટીમ વચ્ચે લીગ-કમ-નૉકઆઉટ પદ્ધતિથી ટૂર્નામેન્ટ રાખવામાં આવી હતી.
આ પણ વાંચો : ઘાટકોપર જૉલી જિમખાનાની ઇન્ટર-ક્લબ ટી-20 ટુર્નામેન્ટમાં બૉમ્બે જિમખાનાની ટીમ ફરી ચૅમ્પિયન
ફાઇનલમાં જૉલી ચૅમ્પિયન ટીમના સુકાની તીરથ શાહે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ લીધી હતી. તેમની ટીમે 53 રન બનાવ્યા હતા જેના જવાબમાં જૉલી લેજન્ડ ટીમ 39 રન જ બનાવી શકી હતી અને જૉલી ચૅમ્પિયન ટીમે વિજેતાપદ મેળવ્યું હતું. આવી ટૂર્નામેન્ટનું વર્ષમાં ત્રણથી ચાર વખત આયોજન કરવાનું નક્કી કરાયું છે.
ટુર્નામેન્ટના અંતે આ પુરસ્કાર અપાયા હતાઃ બેસ્ટ બૅટરઃ કેવલ દામાની (46 રન), બેસ્ટ બોલરઃ વિરલ મેહતા (7 વિકેટ) અને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટઃ વંશ પટેલ (45 રન અને 2 વિકેટ).
આ પણ વાંચો : ઘાટકોપર જૉલી જિમખાનાની આંતર-સ્કૂલ સીઝન બૉલ ક્રિકેટ ટૂર્નામેન્ટનો આરંભ…