ઘાટકોપર જૉલી જિમખાનામાં ક્રિકેટની નવી સીઝનનો આરંભ

નવી સીઝનના આરંભે પરાગ ગાંધી, પ્રશાંત કારિયા, કેપ્ટન સ્વામીનાથન, નિશીથ ગોળવાલા, મથુરાદાસ ભાનુશાલી, નીતિન ઉપાધ્યાય, બંટી દોશી, નિલેશ સરવૈયા, જિતેન્દ્ર ઠક્કર, ચેતન શાહ, દેવાંગ ગોસાલિયા, દિપક દેસાઈ, બ્રિજેશ નાગડા, આશિષ શાહ, પરાગ બાબરિયા, રમેશ ભાનુશાલી, ઋષિ રૂપાણી ઉપસ્થિત હતા.
મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાનાની ક્રિકેટ સબ-કમિટી દ્વારા દર વર્ષની પ્રણાલી મુજબ આ વર્ષે પણ દશેરાના શુભ દિવસે જિમખાનાના મેદાનની મુખ્ય પિચ પર સ્પોર્ટ્સ ક્ન્વીનર પરાગ ગાંધી, જોઇન્ટ સ્પોર્ટ્સ ક્ન્વીનર પ્રશાંત કારિયા, કારોબારી સભ્ય કેપ્ટન સ્વામીનાથન, ક્રિકેટ ઇન્ચાર્જ નિશીથ ગોળવાલા, કન્વીનર મથુરાદાસ ભાનુશાલી અને નીતિન ઉપાધ્યાય, કાર્ડિયોલૉજિસ્ટ ડૉ.ચેતન શાહ, ક્રિકેટ સબ કમિટીના સભ્યો તેમ જ મેમ્બર્સની હાજરીમાં પૂજાવિધિ તથા શ્રીફળ વધેરીને ક્રિકેટની નવી સીઝનની શરૂઆત કરવામાં આવી હતી.
ઘાટકોપર જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, મૅનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ અજમેરા, સેક્રેટરી પરેશ શાહ તથા મુકેશ બદાણી, સમગ્ર ટ્રસ્ટીગણ તેમ જ કારોબારી સભ્યોના માર્ગદર્શનથી ક્રિકેટ સબ કમિટી દ્વારા ક્રિકેટની અવનવી ટૂર્નામેન્ટોનું આખા વર્ષ દરમ્યાન આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો: ઘાટકોપર જૉલી જિમખાનાની ટર્ફ બૉક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જૉલી ચૅમ્પિયન ટીમ વિજેતા
કાર્યક્રમના અંતે સ્પોર્ટ્સ ક્ન્વીનર પરાગ ગાંધી તથા ક્રિકેટ ઇન્ચાર્જ નિશીથ ગોળવાલાએ જણાવ્યું કે યુવાનોને પ્રોત્સાહન આપવા 21 વર્ષ સુધીના સભ્યોને ફક્ત ક્રિકેટમાં જ નહીં, અન્ય રમતગમતમાં મફત કોચિંગ જિમખાના તરફથી આપવામાં આવે છે જેનો લાભ યુવાનો લઈ રહ્યા છે.