
મુંબઇઃ ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા આ ટીમમાં નવી વિચારસરણી લાવશે, કારણ કે રોહિત થાકી ગયો હોય તેવું લાગતું હતું અને તે બેટિંગમાં પણ યોગદાન આપી રહ્યો નહોતો.
ભારતીય ટી-20 ટીમના કેપ્ટન હાર્દિકને મંગળવારે દુબઈમાં યોજાનારી આઇપીએલની હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા તેમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો બાદમાં મુંબઈએ તેને નવો કેપ્ટન બનાવ્યો હતો.
રોહિત અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છે. આ બંનેના નેતૃત્વમાં તેમની ટીમે પાંચ-પાંચ ટાઇટલ જીત્યા છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ 2021 પછી ટાઈટલ જીતી શક્યું ન હતું અને 2022માં છેલ્લું સ્થાન મેળવ્યું હતું.
ગાવસ્કરે કહ્યું હતું કે રોહિત થાકેલા હોવાને કારણે આવું થઈ શકે છે કારણ કે તે સતત માત્ર આઇપીએલ ટીમ જ નહીં, પરંતુ ભારતના કેપ્ટનની ભૂમિકા પણ નિભાવી રહ્યો છે. ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું હતું કે તેમણે (મુંબઇ) ટીમના ફાયદા માટે આ નિર્ણય લીધો છે. આપણે કહી શકીએ કે બેટિંગમાં પણ રોહિતનું યોગદાન થોડું ઓછું થયું છે.