સ્પોર્ટસ

ગૌતમ ગંભીરની બે વિનંતી બીસીસીઆઇએ નકારી દીધી?

જોકે મૉર્કલને ફીલ્ડિંગ-કોચ બનાવવાની માગણી પર બોર્ડ વિચાર કરે છે

નવી દિલ્હી: ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર ગૌતમ ગંભીર આ મહિને શ્રીલંકા ખાતેના પ્રવાસથી ટીમ ઇન્ડિયાના હેડ-કોચ તરીકેની ઇનિંગ્સ શરૂ કરશે, પરંતુ એ પહેલાં તેણે બીસીસીઆઇ સમક્ષ કેટલીક વિનંતી/માગણી રજૂ કરી જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એક અહેવાલ મુજબ ગંભીરની એક માગણીને ક્રિકેટના મોવડીઓએ સાફ નકારી કાઢી હોવાનું મનાય છે.

ગંભીરે એક સમયના વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ ફીલ્ડર સાઉથ આફ્રિકાના જૉન્ટી રહોડ્સ (Jonty Rhodes)ને ટીમ ઇન્ડિયાનો ફીલ્ડિંગ-કોચ બનાવવામાં આવે એવી વિનંતી કરી હતી, પરંતુ એવું કહેવાય છે કે બીસીસીઆઇએ એ વિનંતી નકારી કાઢી છે.

રાહુલ દ્રવિડની સાથે બીસીસીઆઇએ ટી-20 વર્લ્ડ કપને અંતે બૅટિંગ-કોચ વિક્રમ રાઠોર, બોલિંગ-કોચ પારસ મ્હામ્બ્રેનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી રીતે કહીએ તો ટીમ ઇન્ડિયા સાથે હવે રાઠોર તથા મ્હામ્બ્રેને જાળવી નહીં રાખવામાં એવો સંકેત બોર્ડે તેમને આપી દીધો હતો.

આ પણ વાંચો: ગૌતમ ગંભીર હેડ-કોચ બનતાં જ બે ગુજરાતી સહિત ત્રણ ખેલાડીની ટીમમાંથી બાદબાકી નકારી ન શકાય

જોકે ટી. દિલીપને ટીમના ફીલ્ડિંગ-કોચના સ્થાને જાળવી રાખવામાં આવશે એવું માનવામાં આવે છે. એ જોતાં જૉન્ટી રહોડ્સની નિયુક્તિ કરવાની ગંભીરની વિનંતી નકારાઈ હોવાનું મનાય છે. ગંભીરે બોલિંગ-કોચ તરીકે ભૂતપૂર્વ પેસ બોલર વિનયકુમારને નીમવાની વિનંતી કરી હોવાનું પણ કહેવાય છે જે બોર્ડે નકારી હોવાનું કહેવાય છે.

એક અહેવાલ મુજબ ઝહીર ખાનના નામ પર પણ ચર્ચા થઈ રહી છે. જોકે શુક્રવારના એક નવા અહેવાલ મુજબ ગંભીરે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મૉર્ની મૉર્કલ (Morne Morkel)ને બોલિંગ-કોચ બનાવવા ઉત્સુક છે અને ભારતીય બોર્ડ અગાઉ પાકિસ્તાનને કોચિંગ આપી ચૂકેલા આ બોલર (મૉર્કલ) સાથે ચર્ચા કરી રહ્યું છે.

ગંભીરના સહાયક કોચ તરીકે અભિષેક નાયરને નીમવામાં આવશે એવા એક અહેવાલમાં એવું પણ કહેવાયું હતું કે બોલિંગ-કોચ તરીકે લક્ષ્મીપતિ બાલાજીનું નામ પણ લેવામાં આવી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button