સ્પોર્ટસ

ગૌતમ ગંભીર રાહુલ દ્રવિડની અને દ્રવિડ ગંભીરની જગ્યા લેશે? KKRએ દ્રવિડનો સંપર્ક કર્યો

નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2024 બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ(Rahul Dravid)નો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. તેમણે હળવા અંદાજમાં કહ્યું હતું કે હવે તેઓ હવે બેરોજગાર થઇ જશે. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બને તેવી શક્યતા છે, જેથી કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)ના મેન્ટરની જગ્યા ખાલી થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર KKRએ મેન્ટર પદ માટે દ્રવિડનો સંપર્ક કર્યો છે.

એક અહેવાલ મુજબ KKRએ દ્રવિડનો સંપર્ક કર્યો છે, KKR ટીમ મેનેજમેન્ટ દ્રવિડને મેન્ટરની જવાબદારી સોંપવા માંગે છે. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બને એ લગભગ નક્કી છે. જો ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનશે તો KKRમાં તેની જગ્યા ખાલી થઈ જશે. તેથી, KKR તેના સ્થાને કોઈ અનુભવીને ટીમમાં સામેલ કરવા ઈચ્છે છે. તેથી KKR દ્રવિડને મેન્ટર બનાવી શકે છે.

આ પણ વાંચો: ‘મેં હજી બહુ લાંબુ વિચાર્યું નથી’ એવું કહીને ગૌતમ ગંભીરે બધાને વિચારતા કરી દીધા

નોંધનીય છે કે રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચી હતી. તેમના કોચિંગ હેઠળ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચી હતી. કોચ તરીકે દ્રવિડને રેકોર્ડ શાનદાર છે. જો તેઓ KKR સાથે જોડાય છે તો ખેલાડીઓને તેનો ફાયદો મળી શકે છે.

ગત સિઝનમાં KKR ટીમના મેન્ટર તરીકે ગૌતમ ગંભીરની વાપસી બાદ ટીમનું પ્રદર્શન સુધર્યું હતું, ટીમે IPL 2024નું ટાઈટલ જીયું. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી. તેણે 14 લીગ મેચ રમી હતી. આ દરમિયાન 9 મેચ જીતી હતી અને 3 મેચ હારી હતી. હવે ગંભીર KKRનો સાથ છોડશે, ત્યારે દ્રવિડને આ સ્થાન આપવા ટીમ મેનેજમેન્ટ વિચારી રહ્યું છે. જો દ્રવિડ KKRમાં જોડાય છે તો તેને પગાર તરીકે મોટી રકમ મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button