ગૌતમ ગંભીરે એશિયા કપ પહેલાં પ્રાર્થના માટે આ મંદિરની લીધી મુલાકાત…

ઉજ્જૈનઃ તાજેતરમાં લંડનના ઓવલમાં મોહમ્મદ સિરાજના તરખાટથી ભારતે ઇંગ્લૅન્ડને નિર્ણાયક ટેસ્ટમાં હરાવીને સંઘર્ષ તથા વિવાદોથી ભરપૂર સિરીઝ 2-2ની બરાબરી સાથે પૂરી કરી ત્યારે હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) મેદાન પર ખૂબ નિરાંતમાં હતો.
તે લગભગ દરેક ભારતીય ખેલાડીને ભેટ્યો હતો અને ખુશખુશાલ હતો. હવે તેને આગામી એશિયા કપ (Asia Cup) માટે ઘણી આશા જાગી છે.
જોકે ભક્તિમાં શક્તિ છે એવું માનીને શુક્રવારે તે મધ્ય પ્રદેશના ઉજ્જૈન (Ujjain) શહેરમાં મહાકાળેશ્વર મંદિરે પહોંચી ગયો હતો. ગંભીરે પરિવાર સાથે આ મંદિરની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત વખતે જાણીતી તેલુગુ અભિનેત્રી-સિંગર સોનલ ચૌહાણ પણ હતી.
યુએઇમાં ટી-20નો એશિયા કપ નવમી નવેમ્બરે શરૂ થશે અને એમાં ખાસ કરીને પાકિસ્તાન સામેના મુકાબલા ભારત માટે સૌથી મહત્ત્વના બની રહેશે. 14મી સપ્ટેમ્બરે દુબઈમાં ભારતની પાકિસ્તાન સામે લીગ મૅચ રમાશે.
ગૌતમ ગંભીર અને તેના પરિવારજનોને અન્ય ભક્તોની સાથે આ મંદિરમાં ભષ્મ આરતી’ જોવા મળી હતી. ગંભીરની આ મંદિરમાં ત્રીજી મુલાકાત હતી. તે વહેલી સવારે પરિવાર સાથે આરતી દરમ્યાન શ્લોક બોલતો જોવા મળ્યો હતો. પછીથી તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ભગવાનના આશીર્વાદ સમગ્ર દેશ પર બની રહે એવી આશા રાખું છું.’