સ્પોર્ટસ

ગાંગુલીએ ફરી ક્રિકેટ જગતની સર્વોચ્ચ સંસ્થામાં મોટી જવાબદારી સ્વીકારી

દુબઈઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી (Saurav Ganguly)ની ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (icc)ની મેન્સ ક્રિકેટ કમિટી (cricket committee)ના ચૅરપર્સનપદે ફરી નિયુક્તિ થઈ છે.

અહીં દુબઈમાં હેડ-ક્વૉર્ટર ધરાવતી ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થાની આ કમિટીના સભ્યપદે ગાંગુલીના ભૂતપૂર્વ સાથી ખેલાડી વીવીએસ લક્ષ્મણનો સમાવેશ કરાયો છે.

2000-2005 દરમ્યાન ભારતીય ક્રિકેટ ટીમના અભિગમમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવનાર ગાંગુલીની આ કમિટીમાં સૌથી પહેલાં 2021માં નિમણૂક થઈ હતી.

આપણ વાંચો: આક્રમક બૅટર-કૅપ્ટન સૌરવ ગાંગુલી બની ગયો અગ્રેસિવ `પોલીસ અધિકારી’!

બાવન વર્ષના ગાંગુલીએ કમિટીના અધ્યક્ષસ્થાને ભારતના જ ભૂતપૂર્વ ખેલાડી અને તેના ભૂતપૂર્વ સાથી પ્લેયર અનિલ કુંબલેનું સ્થાન લીધું છે.

આ સમિતિમાં ગાંગુલી અને લક્ષ્મણ ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર ડેસ્મંડ હેઇન્સ, સાઉથ આફ્રિકાના ટેમ્બા બવુમા, અફઘાનિસ્તાનના હમીદ હસન તેમ જ ઇંગ્લૅન્ડના જોનથન ટ્રૉટનો સમાવેશ છે.

ગાંગુલી 1992થી 2008 સુધી ભારત વતી 113 ટેસ્ટ અને 311 વન-ડે રમ્યો હતો જેમાં તેણે કુલ 38 સેન્ચુરી અને 107 હાફ સેન્ચુરી સહિત કુલ 18,600 જેટલા રન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button