સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયામાં ખળભળાટઃ ગંભીરને કોચ બનાવ્યા પૂર્વે કોહલીની અવગણના, પણ આ ક્રિકેટરને હતી જાણકારી

નવી દિલ્હી: બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઈન્ડયા(BCCI)એ ગૌતમ ગંભીર(Guatam Gambhir)ને ઈન્ડિયન ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણા નાઈકની બનેલી ક્રિકેટ એડવાઇઝરી કમિટી (CAC)એ સર્વસંમતિથી ગંભીરના નામની ભલામણ કરી હતી. મંગળવારે BCCIએ જાહેરાત કરી હતી કે ગંભીર રાહુલ દ્રવિડનું સ્થાન લેશે. એક રિપોર્ટ અનુસાર, ગંભીરને કોચ બનાવતા પહેલા વિરાટ કોહલી(Virat Kohli) સાથે કોઈ વાતચીત કરવામાં આવી ન હતી. જ્યારે હાર્દિક પંડ્યા સહિત કેટલાક ખેલાડીઓને પહેલાથી જ આ વાતની જાણ હતી.

ગૌતમ ગંભીર શ્રીલંકા સામેની T20 સિરીઝથી ટીમની કમાન સંભાળશે. 42 વર્ષીય ગૌતમ ગંભીર ભારતના સૌથી યુવા મુખ્ય કોચ છે. ગંભીરે હજુ પાંચ વર્ષ પહેલાં જ ક્રિકેટના તમામ ફોર્મમાંથી ક્રિકેટર તરીકે નિવૃત્તિ જાહેર કરી હતી. ગંભીરે તેની છેલ્લી ટેસ્ટ મેચ, 2016 માં કોહલીની કેપ્ટનશિપ હેઠળ રમી હતી.

કોહલી સાથે ગંભીરના સંબધો સારા રહ્યા નથી, એ વાત જાણીતી છે. ખાસ કરીને IPL દરમિયાન બંને વચ્ચે અનેક વખત શાબ્દિક ટકરાત થઇ હતી. IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે બાદ ગંભીર અને કોહલી વચ્ચે મારામારીની થતા થતા રહી ગઈ હતી, બંને પક્ષના ખેલાડીઓએ બંનેને એક બીજાથી દુર કર્યા હતા, ત્યારે ગંભીર LSGના મેન્ટર હતા.

Also Read – ગૌતમ ગંભીર હેડ-કોચ બનતાં જ બે ગુજરાતી સહિત ત્રણ ખેલાડીની ટીમમાંથી બાદબાકી નકારી ન શકાય

અહેવાલો મુજબ IPLની ગત સિઝનમાં કોહલી અને ગંભીર વચ્ચે સંબંધો સુધર્યા હતા. ગત IPL સિઝનમાં બંને ગળે પણ મળ્યા હતા. પરંતુ બોર્ડ કોઈ ચાન્સ લેવા માંગતું ન હતું. કોહલીએ હવે T20Iમાંથી નિવૃત્તિ લીધી હોવાથી, BCCIના ટોચના અધિકારીઓ ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે. તેથી, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની સલાહ લેવામાં આવી ન હતી.

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે “બંને પાસે ટેબલ પર બેસી વાતચીત કરવા માટે પૂરતો સમય છે. પરંતુ બીસીસીઆઈ માટે આવનારા વર્ષોમાં ઘણા યુવા ખેલાડીઓ સાથે રહીને કામ કરવાનું છે.”

વનડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા સાથે ગંભીરના સંબંધો પણ રસપ્રદ રહેશે. રોહિતનો દ્રવિડ સાથે તાલમેલ શાનદાર રહ્યું છે. ઘણા લોકો માને છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સફળતા પાછળનું આ એક મુખ્ય કારણ હતું. રોહિતે ઘણી વાર દ્રવિડ જ કોચ બની રહે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ દ્રવિડ પરિવાર સાથે સમય વિતાવવા ઈચ્છે છે.

રોહિત અને કોહલી બંને ભારતના મુખ્ય કોચ તરીકે ગંભીરની ડેબ્યૂ સિરીઝમાં જોવા મળે તેવી શક્યતા નથી. બંને સ્ટાર ખેલાડીઓએ કથિત રીતે લાંબા સમય સુધી વિરામની વિનંતી કરી છે અને તેઓ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પરત ફરશે.

BCCI હાર્દિક પંડ્યાને T20 ફોર્મેટ માટે કાયમી કેપ્ટન બનાવી શકે છે. પંડ્યા પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે. તેણે IPLમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરી છે અને હવે તે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. રિપોર્ટ અનુસાર, પંડ્યા એ ખેલાડીઓમાં સામેલ છે જેને જાણ હતી કે ગૌતમ ગંભીર આગામી હેડ કોચ બનશે. પરંતુ કોહલીને આ વાતની જાણ નહોતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button