
ક્રિકેટર અને બોલીવુડનું મિલન એક ‘ડેડલી’ કોમ્બિનેશન છે. ક્રિકેટર્સનું જીવન ફિલ્મી સ્ટાર્સ કરતા જરાય ઓછું રંગીન નથી. તેઓ ગ્લેમર વર્લ્ડ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા હોય છે. આ જ કારણ છે કે તેઓ સરળતાથી ઘણા ફિલ્મ સ્ટાર્સના સંપર્કમાં આવે છે. અને ઘણી વખત તેઓ ફિલ્મ સ્ટાર્સમાં જ તેમનો પ્રેમ શોધે છે. આ પહેલા પણ ઘણી વખત જોવા મળ્યું છે જ્યારે ક્રિકેટર્સ ફિલ્મ અભિનેત્રીઓના પ્રેમમાં પડ્યા હોય અને લગ્ન કરવાનો નિર્ણય લીધો હોય.
ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલની પણ આવી જ લવસ્ટોરી હતી, પરંતુ હવે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. આ પહેલા પણ વધુ બે સુંદરીઓના ક્રિકેટરો સાથે પ્રેમ સંબંધોની ઘણી ચર્ચાઓ થઈ હતી. પરંતુ પછી થોડા વર્ષોમાં તેઓ પણ અલગ થઈ ગયા હતા. આજે અમે તમારા માટે આ લિસ્ટમાં સામેલ બે કપલની સ્ટોરી લઈને આવ્યા છીએ. આ યાદીમાં હાર્દિક પંડ્યા અને મોહમ્મદ અઝહરુદ્દીનના નામ સામેલ છે.
આ પણ વાંચો: અઝહરુદ્દીનથી દિનેશ કાર્તિક સુધીના ઘણા ભારતીય ક્રિકેટરો બીજા લગ્ન કરી ચૂક્યા છે
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને શ્રેષ્ઠ બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીને 1987માં નૌરીન સાથે લગ્ન કર્યા હતા. નૌરીને બે પુત્રો મોહમ્મદ અસદુદ્દીન અને મોહમ્મદ અયાઝુદ્દીનને જન્મ આપ્યો. લગ્નના બાર વર્ષ પછી અઝહરુદ્દીને 1996માં નૌરીનને છૂટાછેડા આપી દીધા હતા. તેનું કારણ હતું સંગીતા બિજલાની, જેના પ્રેમમાં આ ક્રિકેટર પાગલ થઈ ગયો હતો.
છૂટાછેડા પહેલા જ અઝહરુદ્દીને સંગીતા બિજલાની સાથે રહેવાનું શરૂ કર્યું હતું અને પછી બંનેએ લગ્ન કરી લીધા, પરંતુ આ સંબંધ પણ લાંબો ટકી શક્યો નહીં. વર્ષ 2010માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. સંગીતાએ છૂટાછેડાની અરજીમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે ક્રિકેટરના અનેક મહિલાઓ સાથે સંબંધો હતા. હાલમાં બંને અલગ-અલગ જીવન જીવી રહ્યા છે.
આ પણ વાંચો: છુટું પડ્યું આ સેલિબ્રિટી કપલ, એલિમનીમાં ઈન્ડિયન ક્રિકેટર પત્નીને આપશે આટલી રકમ…
ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકે જુલાઈ 2024 માં તેમના અલગ થવાની જાહેરાત કરી ત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ હલચલ મચી ગઈ હતી. હાર્દિક પંડ્યા અને નતાશાના સંબંધોની શરૂઆત 2020ની શરૂઆતથી થઈ હતી.
તેઓએ COVID-19 લોકડાઉન દરમિયાન સગાઈ કરી અને તે જ વર્ષે 30 જુલાઈના રોજ તેમના પ્રથમ બાળક પુત્ર અગસ્ત્યનો જન્મ થયો. બાદમાં બંનેએ 14 ફેબ્રુઆરી 2023ના રોજ રાજસ્થાનમાં ભવ્ય લગ્ન પણ કર્યા હતા.
આ લગ્ન હિંદુ અને ખ્રિસ્તી એમ બંને રીતિ-રિવાજો અનુસાર કરવામાં આવ્યા હતા. કમનસીબે, આ લગ્ન પણ સફળ ન થયા અને લગ્નના એક વર્ષમાં જ તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને તેઓએ અલગ થવાનો નિર્ણય કર્યો. આ છૂટાછેડાના થોડા દિવસો બાદ જ સમાચાર આવ્યા કે હાર્દિક પંડ્યાએ વિદેશી સિંગર જાસ્મીન વાલિયાને ડેટ કરવાનું શરૂ કરી દીધું છે.