સ્પોર્ટસ

French Openમાં બોપન્ના-એબ્ડેનની જોડી ક્વૉર્ટર ફાઇનલમાં: ભૂતપૂર્વ નંબર-વન મેડવેડેવ આઉટ

પૅરિસ: ફ્રેન્ચ ઓપન ટેનિસમાં ભારતનો રોહન બોપન્ના અને ઑસ્ટ્રેલિયાના મૅથ્યૂ એબ્ડેનની જોડીએ ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ત્રીજા રાઉન્ડમાં એન. શ્રીરામ બાલાજી તથા એમ.એ.રેયસ-વૅરલા માર્ટિનેઝને 2-7, 6-3, 10-8થી હરાવી દીધા હતા.

બોપન્ના-એબ્ડેનની જોડી આ ટૂર્નામેન્ટમાં નંબર-ટૂ સીડેડ છે અને તેમણે પ્રથમ ગેમ હારવા છતાં મગજ ઠંડુ રાખ્યું હતું અને પછીની બન્ને ગેમ જીતી લીધી હતી.

વર્લ્ડ ટૉપ-ટેનમાં રહેનાર બોપન્નાએ હજી સુધી પૅરિસ ઑલિમ્પિક્સ માટેનો પાર્ટનર નક્કી નથી કર્યો.

ફ્રેન્ચ ઓપનમાં મેન્સ સિંગલ્સમાં પાંચમા ક્રમના ડૅનિલ મેડવેડેવ સામે ઑસ્ટ્રેલિયાનો ઍલેક્સ ડિમિનૉર 4-6, 6-2, 6-1, 6-3થી જીતી ગયો હતો. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન મેડવેડેવ આ વખતની ફ્રેન્ચ ઓપનમાં વહેલો બહાર થનાર હાઇએસ્ટ સીડેડ ખેલાડી છે.

મહિલાઓની સિંગલ્સમાં વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉન્ટેક પછી હવે નંબર-ટૂ અરીના સબાલેન્કા પણ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ઑસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયન સબાલેન્કાએ સોમવારે એમ્મા નૅવારોને 6-2, 6-3થી હરાવી દીધી હતી. રવિવારે સ્વૉન્ટેકે માત્ર 40 મિનિટમાં અનાસ્તાસિયા પૉટાપોવાને 6-0, 6-0થી પરાજિત કરી હતી અને સ્વૉન્ટેકની આ સૌથી ઝડપી જીત હતી. એટલું જ નહીં, ફ્રેન્ચ ઓપનની આ બીજા નંબરની સૌથી ટૂંકી મૅચ હતી. સ્ટેફી ગ્રાફે 1988ની ફાઇનલમાં નતાશા ઝ્વેરેવાને 32 મિનિટમાં હરાવી હતી એ રેકૉર્ડ-બુકમાં સૌથી ટૂંકી મૅચ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો