આવેશની ઓવરમાં ફ્રેઝર-મૅકગર્કની આતશબાજી (4, 4, 4, 6, 4, 6): દિલ્હીના 221/8 | મુંબઈ સમાચાર

આવેશની ઓવરમાં ફ્રેઝર-મૅકગર્કની આતશબાજી (4, 4, 4, 6, 4, 6): દિલ્હીના 221/8

નવી દિલ્હી: રિષભ પંતના સુકાનમાં દિલ્હી કૅપિટલ્સની ટીમ ઘણા દિવસ સુધી નીચલા ક્રમમાં રહ્યા બાદ હવે રહી-રહીને ફૉર્મમાં આવી છે અને એનો લેટેસ્ટ પુરાવો અહીં રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચમાં મળ્યો. દિલ્હીના બૅટર્સ જાણે મિની-સનરાઇઝર્સ હૈદરાબાદ સમજી લો.

દિલ્હીએ રાજસ્થાન સામે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે આઠ વિકેટે 221 રન બનાવ્યા હતા.
અભિષેક પોરેલ (65 રન, 36 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)નું ટીમના 221 રનમાં સૌથી મોટું યોગદાન હતું. જોકે જેક ફ્રેઝર-મૅકગર્ક (50 રન, 20 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)ની ઇનિંગ્સ સૌથી ધમાકેદાર હતી. એક તબક્કે તેણે 12 બૉલમાં 43 રન ઝૂડી કાઢ્યા હતા.

ચોથી ઓવર આવેશ ખાને કરી હતી જેમાં ફ્રેઝરની ફટકાબાજી (4, 4, 4, 6, 4, 6)થી 28 રન બન્યા હતા.

ફ્રેઝર-પોરેલ વચ્ચે 60 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ટ્રિસ્ટેન સ્ટબ્સ (41 રન, 20 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ની બૅટિંગ પણ દમદાર હતી. ગુલબદીન નૈબે 19, રિષભ પંતે 15 અને અક્ષર પટેલે 15 રન બનાવ્યા હતા.
રાજસ્થાન વતી અશ્ર્વિને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

Back to top button