સ્પોર્ટસ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનનું અવસાન: એક ઝઘડાને કારણે કારકિર્દી રોળાઈ ગઈ હતી

લાહોર: ગઈ કાલે બુધવારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ(Pakistan Cricket team)ના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર ખેલાડી સઈદ અહેમદ(Saeed Ahmed)નું લાહોરમાં 86 અવસાન થયું. બુધવારે બપોરે તેમની તબિયત ખરાબ થતા, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ સઈદ અહેમદના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું, ‘પીસીબી આપણા ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટનના નિધન પર દુઃખ વ્યક્ત કરે છે અને સઈદ અહેમદના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના. તેણે પૂરા દિલથી પાકિસ્તાનની સેવા કરી અને PCB તેના રેકોર્ડ અને ટેસ્ટ ટીમમાં આપેલી સર્વિસનું સન્માન કરે છે.’

સઈદ અહેમદે વર્ષ 1958થી 1973 વચ્ચે 41 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન, તેણે ટેસ્ટ ક્રિકેટમાં 2991 રન બનાવ્યા, તેમણે પાંચ સદીનો ફટકારી હતી, જેમાંથી ત્રણ સદી ભારત વિરુદ્ધ હતી. જોકે તેમણે જે મેચમાં સદી ફટકારી હતી, એ કોઈ પણ મેચમાં પાકિસ્તાનીને જીત મળી શકી ન હતી. વર્ષ 1969માં, તેણે ઈંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચમાં હનીફ મોહમ્મદની જગ્યાએ થોડો સમય ટીમની કેપ્ટનશીપ સાંભળી હતી.

સઈદ તેમના ઓફ સ્પિન માટે પણ જાણીતા હતા, તેમણે ટેસ્ટ કરીઅરમાં 22 ટેસ્ટ વિકેટ પણ લીધી હતી. એક સમયે ક્રિકેટ જગતમાં તેમની કારકિર્દી ઉજ્જવળ દેખાઈ રહે હતી, જોકે એક ઝઘડાને કારણે તેની કારકિર્દી ખતમ થઈ ગઈ.

પાકિસ્તાનના 1972ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ડેનિસ લિલી સાથેની દલીલ બાદ, તેમણે પીઠની ઈજા થઇ હોવાનું જણાવ્યું હતું અને પોતે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયા હતા. ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જાણવા મળ્યું કે તે ખોટું બોલી રહ્યો છે. આ પછી અનુશાસનહીનતાને કારણે તેને ટીમમાંથી ભાર કરી દેવામાં આવ્યા હતા. તેઓ ફરી ક્યારેય પાકિસ્તાન તરફથી રમ્યા નહીં, આ પછી તેમની કારકિર્દી ખતમ થઈ ગઈ.

નિવૃત્તિ પછી, સઈદ ક્રિકેટથી સંપૂર્ણ રીતે દૂર રહ્યા, ફરીથી ક્યારેય રમત જગત સાથે જોડાયા નહીં. નિવૃત્તિ બાદ તેઓ લાહોરમાં ઘણા વર્ષો સુધી એકલા રહેતા હતા. તે તેના થોડા મિત્રો અને પરિવાર સાથે એકાંત જીવન જીવાતા, ખરાબ તબિયતને કારણે તેમને વારંવાર હોસ્પિટલમાં જવું પડતું હતું. તેમના પરિવારમાં બે પુત્રો, એક પુત્રી અને સાવકા ભાઈ યુનિસ અહેમદ છે, તેમણે પણ પાકિસ્તાન માટે ચાર ટેસ્ટ રમી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?