2024માં આ બે ક્રિકેટર ધમાકેદાર પ્રદર્શન કરશેઃ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનની ભવિષ્યવાણી
લંડનઃ વર્ષ 2023 પૂરું થઈ રહ્યું છે, જ્યારે 2024ના વર્ષને લોકો વધાવવા માટે તૈયાર છે, પરંતુ 2024માં વિરાટ કોહલીએ તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું. કોહલી અને ગિલ સિવાય મહોમ્મદ શમીએ લોકોને વિચારવા માટે મજબૂર કરી દીધા હતા. 2024માં ક્યા ક્રિકેટર ધમાલ મચાવી સકે છે એ બાબતે તાજેતરમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની અને જાણીતા કોમેન્ટ્રીમેન નાસિર હુસૈને સૌથી મોટી ભવિષ્યવાણી કરી હતી. નાસિરે આઈસીસી સાથે વાત કરતા કહ્યું હતું કે આ બે ખેલાડી 2024માં શાનદાર પ્રદર્શન કરશે.
ભૂતપૂર્વ કેપ્ટન નાસિરે કહ્યું હતું કે મારા માટે સૌથી પહેલો મેગાસ્ટાર છે વિરાટ કોહલી. એમ કહેવામાં હું કોઈ અતિશ્યોક્તિ કરીશ નહીં. એક વાત સ્પષ્ટ છે કે 2023 અને વર્લ્ડ કપ પણ કોહલી માટે શાનદાર રહ્યું હતું. 2023માં કોહલીના નામે પણ અનેક રેકોર્ડ રહ્યા હતા. ટીમ ઈન્ડિયાવતીથી શાનદાર સદી પણ કરી હતી. કોહલી એક શાનદાર બેટર છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.
મુંબઈમાં શ્રીલંકા સામે શાનદાર ઈનિંગ રમ્યો હતો. ભારતવતીથી કોહલીનું માનસિક સંતુલન (રમતના સંદર્ભે) પણ શ્રેષ્ઠ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોહલીનું પ્રદર્શન ધમાકેદાર રહેશે. કોહલી સિવાય નાસિર હુસૈને કહ્યું હતું કે આગામી વર્ષે પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર બાબર આઝમ પણ શાનદાર પ્રદર્શન કરે એવી અપેક્ષા છે. બાબર આઝમના સિવાય ભારતીય ક્રિકેટર ઋષભ પંત માટે પણ આશાવાદી વલણ વ્યક્ત કર્યું છે.
ક્રિકેટના પ્રદર્શનની દૃષ્ટિએ પણ કિંગ કોહલી સૌની પસંદગીના સ્ટોર રહ્યો હતો. વિરાટ કોહલી અને ગિલે ભારતીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વીતેલા વર્ષે વિરાટ કોહલીએ વન-ડે વર્લ્ડ કપમાં 700 રન તથા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ 2000 રન કર્યા હતા. આ ઉપરાંત, પાકિસ્તાનના સુકાની બાબર આઝમ પણ આગામી 2024માં શાનદાર પ્રદર્શન કરી શકે છે, તેથી આ બંને ક્રિકેટર માટે સોનરી વર્ષ 2024 બની શકે છે, એમ નાસિરે જણાવ્યું હતું.