ભૂતપૂર્વ ક્રિકેટરની પત્નીનું શૉપિંગ મૉલમાં મૃત્યુ! | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ભૂતપૂર્વ ક્રિકેટરની પત્નીનું શૉપિંગ મૉલમાં મૃત્યુ!

લંડન: સ્કૉટલૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ડંકન પૉલિન (Duncan Pauline)ની પત્ની વિયાદા (Wiyada) આ અઠવાડિયે ઇંગ્લૅન્ડમાં સર કાઉન્ટીની એક સુપર માર્કેટમાં અચાનક ઢળી પડી હતી અને તેને મૃત (dead) જાહેર કરવામાં આવી હતી.

ડંકન અને વિયાદા પોતપોતાના કાર્યમાંથી નિવૃત્ત થઈને થોડા સમયમાં થાઈલૅન્ડ (Thailand)માં સ્થાયી થવાના હતા.

વિયાદા શૉપિંગ મૉલમાં હતી ત્યારે ઓચિંતી બેહોશ થઈ ગઈ હતી. મૉલના સ્ટાફે તરત જ ઇમર્જન્સી સર્વિસની મદદ લીધી હતી અને મૉલ થોડા કલાક માટે બંધ કરાવ્યું હતું. જોકે વિયાદા ભાનમાં નહોતી આવી અને ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

ડંકન પૉલિને પત્રકારોને કહ્યું હતું કે ‘ મને સાંજે 5.15 વાગ્યે એક મિત્રનો કૉલ આવ્યો હતો અને હું તરત મૉલમાં પહોંચી ગયો હતો. હું સમજ્યો કે વિયાદા નીચે પડી ગઈ હશે અને તેને માથામાં થોડી ઈજા થઈ જશે એટલે બેભાન થઈ ગઈ હશે. હકીકતમાં તેને હાર્ટ અટૅક આવ્યો હતો. હું મૉલમાં પહોંચ્યો ત્યારે પોલીસે મને કહ્યું કે તમારા પત્નીનું દેહાંત થઈ ગયું છે.’

ડંકન સ્કૉટલૅન્ડનો છે, જ્યારે તેની પત્ની વિયાદા મૂળ થાઈલૅન્ડની હતી. આ દંપતીએ થાઈલૅન્ડમાં એક ઘર ખરીદીને રાખ્યું હતું અને થોડા જ સમયમાં ત્યાં સ્થાયી થવાના હતા.

ડંકન 1980ના દાયકામાં સાત વર્ષ સુધી સરે કાઉન્ટી વતી ક્રિકેટ રમ્યો હતો.

પોલીસે તપાસ કરી હતી અને વિયાદાના મૃત્યુમાં કોઈ જ શંકાસ્પદ બાબત ધ્યાનમાં નહોતી આવી. પોલીસે વિયાદાનું કુદરતી મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતું.

આપણ વાંચો:  ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી; સોશિયલ મીડિયા પર લખી ઇમોશનલ પોસ્ટ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button