સ્પોર્ટસ

વિદેશી ક્રિકેટર્સને લાગ્યું રામનામનું ઘેલું, ઇંગ્લેન્ડના ક્રિકેટરે લખ્યું જય શ્રી રામ અને

હૈદરાબાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આવતીકાલથી શરુ થનારી ટેસ્ટ મેચ પૂર્વે ઈંગ્લેન્ડની ટેસ્ટ ઈલેવનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે અયોધ્યાના શ્રી રામથી ભારતીય ટીમ જ નહીં, પરંતુ વિદેશી ક્રિકેટરોને પણ ભગવાન શ્રી રામની લગની લાગી છે.

અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર સહિત ફિલ્મ કલાકારો હાજર રહ્યા હતા. ન્યૂ ઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાના જાણીતા પ્લેયર પણ ભારતીય ધર્મ-સંસ્કૃતિથી પ્રભાવિત છે, ત્યારે ઇંગ્લેન્ડની ક્રિકેટના ભૂતપૂર્વ પ્લેયર કેવિન પીટરસનનું ટવિટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં પીટરસન કોમેન્ટેટર તરીકે જોવા મળી શકે છે. જય શ્રી રામની પિટરસનની પોસ્ટ પર અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ લાઈક કરી છે, જ્યારે હજારો લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી હતી.

કેવિન પિટરસન સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે, જ્યારે તેને સોશિયલ મીડિયાના જાણીતા પ્લેટફોર્મ એક્સ (અગાઉના ટવિટર) પર જયશ્રી રામનું ટવિટ કર્યું હતું. જયશ્રી રામનું ટવિટ લોકોએ વાંચીને તેના અંગે જય શ્રી રામથી પ્રતિક્રિયા આપી હતી.

https://twitter.com/KP24/status/1749810006239949255

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે પણ ઈન્સ્ટાગ્રામ પર જય શ્રી રામના શાનદાર ફોટોગ્રાફ શેર કરીને રામભક્તોને ખુશ કર્યા હતા. વોર્નર સિવાય પાકિસ્તાનના ક્રિકેટર દાનિશ કાનેરિયા, દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજે પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે શુભકામનાઓ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button