ટીમ ઈન્ડિયાના સ્પીનર યુઝવેન્દ્ર ચહલ હાલમાં ભલે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે પણ તેમ છતાં તે અવારનવાર લાઈમલાઈટમાં રહેતો હોય છે, એનું કારણ છે સોશિયલ મીડિયા પરની તેની એક્ટિવનેસ. યુઝવેન્દ્ર ફરી એક વખત લાઈમલાઈટમાં આવ્યો હતો અને એનું કારણ છે તેણે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ અને એની કેપ્શન…
યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે અને આ ફોટોની કેપ્શનમાં તેણે લખ્યું છે કે લાંબા સમયથી છુટા પડી ગયેલાં ભાઈઓ… આવો જોઈએ કે યુઝીએ કોના માટે આ પોસ્ટ કરી છે અને કોની સાથે તેને Brotherhood જેવી ફિલિંગ આવે છે…
યુઝવેન્દ્ર ચહલ હાલમાં જ બી-ટાઉનના સ્ટારકિડ્સના બેસ્ટ ફ્રેન્ડ તરીકે ઓળખાતા ઓરીને મળ્યો હતો. રિયાલિટી ટીવી શોમાં ગેસ્ટ બનીને પહોંચેલા ઓરહાન અવત્રમણિ ઉર્ફે ઓરી સાથે ચહલે ફોટા પણ શેર કર્યા છે અને આ ફોટોની કેપ્શનમાં ચહલે લખ્યું હતું કે લાંબા સમયથી છૂટા પડેલાં ભાઈઓ…
યુઝવેન્દ્ર ચહલની આ પોસ્ટ પર યુઝર્સે કમેન્ટ કરી હતી કે આ ક્યાં પહોંચી ગયા યુજી ભાઈ. જ્યારે સાહિલ નામના બીજા એક યુઝરે લખ્યું હતું કે યુજીભાઈ તમે આ કઈ લાઈનમાં આવી ગયા. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી પોસ્ટ જોઈને લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે યુઝવેન્દ્ર ચહલ અને ઓરી કોઈ પાર્ટીમાં મળ્યા હશે, કારણ કે યુઝવેન્દ્ર ચહલે પાર્ટી ટાઈપનું પ્રિન્ટેડ બ્લેક શર્ટ પહેર્યું છે તો ઓરીએ પણ બ્લેક રંગનું ટી-શર્ટ પહેર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓરીએ હાલમાં જ સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-17માં પણ ગેસ્ટ બનીને પહોંચ્યો હતો અને ઘણા બધા સ્ટાર કિડ્સ સાથેની તેની દોસ્તી તો એકદમ જગજાહેર છે. ઓરી અવારનવાર બી-ટાઉનના સ્ટારકિડ્સ સાથે સમય પસાર કરતો જોવા મળે છે અને તેના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. ઓરી સોશિયલ મીડિયા પર પણ એકદમ એક્ટિવ રહે છે, તે ક્યારેય બીચ પર તો ક્યારેક યોટ પર ચિલ કરતો જોવા મળે છે.