ફૂટબોલર પલંગ નીચે છુપાઈ ગયો, ધાડપાડુઓ તેની પત્ની-બાળકને ઉપાડી ગયા!

ક્વિટો (ઇક્વાડોર): ઇક્વાડોરના 26 વર્ષીય ફૂટબૉલ ખેલાડી જૅક્સન રૉડ્રિગેઝનું અપહરણ કરવાના આશયથી અથવા તેના પર હુમલો કરવાના ઇરાદાથી કેટલાક ધાડપાડુઓએ મંગળવારે મધરાત બાદ ત્રણ વાગ્યે જૅક્સનના ઘરમાં ધાડ પાડી હતી જે દરમ્યાન જૅક્સન તો તેમના હાથમાં નહોતો, પરંતુ ચોરની ટોળકીએ જૅક્સનની પત્ની અને પાંચ વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું.
ધાડપાડુઓએ ઘર પર હુમલો કર્યો ત્યારે જૅક્સન તેમનાથી ડરીને પલંગ (UNDER THE BED) નીચે છુપાઈ ગયો હતો, પરંતુ તે પત્ની-બાળકની રક્ષા કરવામાં નિષ્ફળ ગયો હતો.
આ ઘટના સમુદ્ર નજીકના ગ્વાયાક્વિલ (GUAYAQUIL) શહેરમાં બની હતી. આ શહેર નજીકના સમુદ્ર માર્ગેથી યુરોપ તેમ જ અમેરિકામાં ડ્રગ્સનો પુરવઠો મોકલવામાં આવે છે.
આપણ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુઓ પર નથી અટકી રહી હિંસા, હિંદુ અગ્રણીનું અપહરણ કરી માર મારીને હત્યા
જૅક્સને પોલીસમાં ફરિયાદ કરી હતી અને તપાસ દરમ્યાન પોલીસને કહ્યું હતું કે મારા ઘરનો મુખ્ય દરવાજો બહારથી તોડવામાં આવી રહ્યો હોવાનો અવાજ મને સંભળાતા જ હું પલંગ નીચે છુપાઈ ગયો હતો.
' જોકે હુમલાખોરોએ જૅક્સનની પત્નીને તેના પતિ વિશે પૂછ્યું હતું અને તેણે કહ્યું કે જૅક્સન ઘરમાં નથી, બહાર ગયા છે. હુમલાખોરોએ મહિલા સાથે એટલી વાતચીત કરીને તેનું તેમ જ પાંચ વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. જૅક્સને પોલીસને કહ્યું કે
મેં પછીથી બારીમાંથી જોયું કે ધાડપાડુઓ ગે્ર રંગની ડબલ-કૅબ પિકઅપ ટ્રકમાં નાસી ગયા હતા.
આપણ વાંચો: લોન પાછી ન ચૂકવનારા દુકાનદારનું અપહરણ કરી ફટકાર્યો: પાંચ સામે ગુનો
ગ્વાયાક્વિલ સહિત દેશના નવ મુખ્ય વિસ્તારોમાં ગુનાખોરી ખૂબ વધી ગઈ હોવાથી સરકારે 10 દિવસથી ઇમરજન્સી જાહેર કરી છે અને એ દરમ્યાન આ ઘટના બની હતી. જોકે આ વિસ્તારોમાં લશ્કરના જવાનોની હાજરી હોવા છતાં ધાડપાડુઓ ફૂટબોલર જૅક્સનના ઘરમાં ઘૂસ્યા હતા અને તેની પત્ની-બાળકને ઉપાડી ગયા હતા.
ચાર મહિના પહેલાં ઇક્વાડોરમાં પેડ્રો પર્લાઝા નામના ફૂટબોલરનું અપહરણ કરવામાં આવ્યું હતું અને થોડા જ દિવસમાં તેને જીવતો બચાવી લેવામાં આવ્યો હતો.