અન્ડર-12 ઇન્ટર-ક્લબ ફૂટબૉલ ટૂર્નામેન્ટમાં ઘાટકોપર જૉલી જિમખાના ચૅમ્પિયન

મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના મલ્ટિ ટર્ફ સબ-કમિટી દ્વારા આયોજિત પ્રથમ અન્ડર-12 ઇન્ટર-ક્લબ (INTER CLUB) ફૂટબૉલ (FOOTBALL) ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઘાટકોપર જૉલી જિમખાનાની ટીમ ચૅમ્પિયન બની હતી. આ સ્પર્ધા અધ્યક્ષ રજનીકાંત શાહ, મેનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાની તથા સમગ્ર ટ્રસ્ટીઓ અને મૅનેજમેન્ટ કમિટીના સભ્યોના માર્ગદર્શન તથા સહકારથી યોજાઈ હતી.
મુંબઈની પ્રતિષ્ઠિત 16 ક્લબોએ લીગ તથા નૉકઆઉટ પદ્ધતિથી રમાડવામાં આવેલી આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
ફાઈનલ ઘાટકોપર જૉલી જિમખાના અને રાઈઝિંગ સ્ટાર ફૂટબોલ ક્લબ (ભાઇખલા) વચ્ચે રમાઈ હતી. ફાઈનલમાં ધ્યાન પ્રફુલ્લ માવાણી અને મિથાન્સ કેતન જૈને ઘાટકોપર જોલી જિમખાના તરફથી એક-એક ગોલ કર્યો હતો, જયારે રાઈઝિંગ સ્ટાર વતી અહમદ કોર્ડિયાએ એક ગોલ નોંધાવ્યો હતો.
ઘાટકોપર જોલી જિમખાનાની ટીમ 2-1 થી વિજેતા થઈ હતી. વિજેતાઓ અને રનર્સ-અપ ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આભારવિધિ દરમિયાન અધ્યક્ષ રજનીકાંત શાહ અને ક્નવીનર નિશિથ ગોલવાલાએ જણાવ્યું હતું કે, `આવી ટૂર્નામેન્ટ હવે દર વર્ષે નિયમિતરૂપે યોજવામાં આવશે.’
કોણ શેમાં શ્રેષ્ઠ ઘોષિત?
ટૂર્નામેન્ટનો શ્રેષ્ઠ ખેલાડીઃ ધ્યાન પ્રફુલ્લ માવાણી (ઘાટકોપર જૉલી જિમખાના)
શ્રેષ્ઠ ગોલકીપરઃ અલ્તામસ શેખ (રાઈઝિંગ સ્ટાર)