UEFA Euro 2024: જર્મની યુઇફા યુરોના નૉકઆઉટમાં પહોંચેલો પ્રથમ દેશ

મ્યૂનિક: યજમાન જર્મની (Germany) યુઇફા યુરો-2024ના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચનારો પ્રથમ દેશ બન્યો છે. નૉકઆઉટ રાઉન્ડ 16 દેશની ટીમનો છે અને બુધવારે રાત્રે જર્મન ટીમ હંગેરી (Hungary)ને 2-0થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલની 16 ટીમમાંની પ્રથમ ટીમ બની હતી.
જર્મનીના 21 વર્ષના આક્રમક મિડફીલ્ડર જમાલ મુસિયાલા (Jamal Musiala)એ બાવીસમી મિનિટમાં અને ઇલ્કેય ગૂન્ડોઅને 67મી મિનિટમાં કર્યો હતો. જર્મનીની મજબૂત ડિફેન્સને કારણે હંગેરી તરફથી એક પણ ગોલ નહોતો થયો.
પ્રોફેશનલ ફૂટબૉલમાં બાયર્ન મ્યૂનિક વતી રમતા મુસિયાલાએ સેક્ધડ હાફમાં ડગઆઉટમાં પાછો આવ્યો ત્યારે પ્રેક્ષકોએ ઊભા થઈને તેનું સ્વાગત કર્યું હતું. જર્મનીએ આ પહેલાં સ્કૉટલૅન્ડને પ્રથમ મૅચમાં 5-1થી હરાવ્યું હતું.
બુધવારના અન્ય રોમાંચક મુકાબલાઓમાં સ્કૉટલૅન્ડ અને સ્વિટ્ઝરલૅન્ડ વચ્ચેની મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી. ક્રોએશિયા અને આલ્બેનિયાની મૅચ 2-2થી ડ્રૉમાં પરિણમી હતી.