
ઍડિલેઇડમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ થતાં પહેલાં ઑસ્ટ્રેલિયાના સુકાની પૅટ કમિન્સ અને વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેઇટે ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. પીઢ મિડલ ઑર્ડર બૅટર સ્ટીવ સ્મિથની ઓપનર તરીકેની કરીઅર શરૂ થઈ રહી છે. જૉશ હૅઝલવૂડને ૨૫૦મી વિકેટ માટે ફક્ત એક શિકારની જરૂર છે. મિચલ સ્ટાર્કને ૩૫૦ વિકેટના આંક સુધી પહોંચવા પાંચ વિકેટ જોઈએ છે. માર્નસ લબુશેનને ૪૦૦૦ રન માટે ચાર રનની જરૂર છે.