સ્પોર્ટસ

અમદાવાદમાં યોજાઈ શકે છે T20 વર્લ્ડ કપ ક્રિકેટની પ્રથમ મેચ, ફાઈનલ મેચનું સ્થળ પણ નક્કી…

નવી દિલ્હી : વર્ષ 2026માં ભારત અને શ્રીલંકામાં રમાનારી T20 વર્લ્ડ કપ ક્રિકેટની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઈ શકે છે. આ અંગેના મીડિયા અહેવાલ મુજબ , વર્લ્ડ કપની પ્રથમ અને ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક સેમિફાઇનલ રમાશે. T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન રમાશે.

શ્રીલંકા વર્લ્ડ કપમાં ભારત સાથે સહ-યજમાન

શ્રીલંકા વર્લ્ડ કપમાં ભારત સાથે સહ-યજમાન છે અને બંને દેશોમાં કુલ સાત સ્થળોએ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. ભારતમાં મેચ ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોલકાતામાં રમાશે તેવી અપેક્ષા છે. શ્રીલંકાના મેચો માટે ત્રણ સ્થળોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. અહેવાલો સૂચવે છે કે પ્રેમદાસા સ્ટેડિયમ, પલ્લેકેલે અને દામ્બુલા અને હંબનટોટામાંથી એક સ્થળ પસંદ કરવામાં આવી શકે છે.

થોડા દિવસોમાં વર્લ્ડ કપનું સમયપત્રક જાહેર કરે તેવી અપેક્ષા

વોર્મ-અપ મેચો માટે હાલમાં સ્થળ સ્પષ્ટ નથી. બેંગલુરુમાં કેટલીક વોર્મ-અપ મેચો યોજાવાની શક્યતા છે. ભારતના મેચો દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈ જેવા મુખ્ય શહેરોમાં યોજાઈ શકે છે. આઈસીસી આગામી થોડા દિવસોમાં વર્લ્ડ કપનું સમયપત્રક જાહેર કરે તેવી અપેક્ષા છે.આ અહેવાલ મુજબ બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જેમાં 2023 ઓડીઆઈ વર્લ્ડ કપની તુલનામાં આ વખતે ઓછા વર્લ્ડ કપ મેચ યોજવાની નિર્ણય લેવામાં આવ્યો હતો. T20 વર્લ્ડ કપમાં દરેક સ્થળે છ મેચો યોજવાની ગણતરી છે.

આ પણ વાંચો…ટીમ ઇન્ડિયાની આગામી મૅચ ક્યારે? આ વર્લ્ડ ચૅમ્પિયન ટીમ સામે થશે મુકાબલો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button