
હાલમાં જ્યાં જુઓ ત્યાં ક્રિકેટપ્રેમીઓ પર વર્લ્ડ કપનો ફિવર છવાયેલો છે અને લોકોમાં એ વાતની ઉત્સુક્તા જોવા મળી રહી છે કે આખરે કઈ ટીમ આ કપ પોતાના દેશ લઈ જશે. પરંતુ આપણે તો એવું ઈચ્છી રહ્યા છીએ કે ભારત જ આ કપ જિતે. ટીમ ઈન્ડિયા પણ દરેક મેચ જીતીને એ દિશામાં એક એક ડગલું આગળ વધી રહી છે. પરંતુ હવે તમને ખુશ કરી દે એવા સમાચાર એ છે માત્ર ભારત જ નહીં પણ બીજું કોઈ પણ છે કે જેણે ટીમ ઈન્ડિયાને વિનર જાહેર કરી દે છે, આવો જોઈએ કોણ છે એ કે જેણે આવી મંગલ ભવિષ્યવાણી કરી છે? –
વર્લ્ડકપ 2023નો ખુમાર ક્રિકેટપ્રેમીઓ પર છવાયેલો છે અને જો તમે પણ ક્રિકેટપ્રેમી છો તો આ તમારા ખૂબ જ મહત્ત્વની જાહેરાત છે અને દરેક ભારતીય નાગરિકની સાથે સાથે જ બીજું કોઈ પણ છે કે જેણે ટીમ ઈન્ડિયાને વિનર તરીકે જોવાનું શરૂ કરી દીધું છે. જી હા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે (AI) ટીમ ઈન્ડિયા જ વર્લ્ડ કપ જિતશે એવી ઘોષણા કરી દીધી છે.
વાત જાણે એમ છે કે જ્યારે પણ તમે એઆઈને પૂછશો કે આ વખતે વર્લ્ડ કપ કોણ જીતશે, તો તે ટીમ ઈન્ડિયાના ફોટા જનરેટ કરે છે. એટલે આનો અર્થ એવો થયો કે એઆઈએ પણ ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા જ જિતે અને દરેક ભારતીયનું સપનું સાકાર થાય.
વર્લ્ડકપની મેચ દરમિયાન દરેક મેચની જિત ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપની વધુને વધુ નજીક લઈ જઈ રહ્યું છે. અત્યાર સુધી વર્લ્ડકપ રમાયેલી છ મેચમાં જીત હાંસિલ કરી છે અને આવતીકાલે તે શ્રીલંકા સામે મેચ રમવા જઈ રહી છે, આ મેચ ટીમ ઈન્ડિયા માટે મહત્ત્વની છે. જો તમે પણ આ તસવીરો જોવા માંગો છો તો તમારે વધારે કોઈ પણ પ્રકારની મહેનત કરવાની જરૂર નથી. તમારે ગૂગલ પર જઈને માત્ર AI BING ટાઈપ કરીને સર્ચ કરવાનું રહેશે.
બસ પછી શું અહીં તમારે અહીં ક્રિકેટ વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ ચેમ્પિયન ટીમ 2023 લખીને સર્ચ કરો અને તમારી મનગમતી ટીમ એટલે કે ટીમ ઈન્ડિયાને વિનિંગ પોઝિશનમાં જોઈ શકશો.