સિનર સામે સેમિમાં હાર્યા પછી જૉકોવિચે કહ્યું, ` હું હજી આવતા વર્ષે વિમ્બલ્ડનમાં રમીશ’
રવિવારની ફાઇનલમાં અલ્કારાઝ-સિનર વચ્ચે ટક્કરઃ 17 વર્ષ પહેલાંનું પુનરાવર્તન થશે

લંડનઃ 23 વર્ષનો વર્લ્ડ નંબર-વન ઇટલીનો યાનિક સિનર (Jannik Sinner) અહીં વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપની સિંગલ્સની સેમિ ફાઇનલમાં 6-3, 6-3, 6-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં તેનો મુકાબલો સ્પેનના વર્લ્ડ નંબર-ટૂ કાર્લોસ અલ્કારાઝ (Carlos Alcaraz) સામે થશે.
વિમ્બલ્ડન (Wimbledon)ની ફાઇનલ (Final)માં એ જ વર્ષની ફ્રેન્ચ ઓપનની ફાઇનલના બે હરીફ વચ્ચે ટક્કર થવાની હોય એવું 2008 પછી પહેલી વખત બનશે. 2008માં રોજર ફેડરર અને રાફેલ નડાલ વચ્ચે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં ટક્કર થયા બાદ વિમ્બલ્ડનની ફાઇનલમાં પણ તેમની જ વચ્ચે મુકાબલો થયો હતો.
આપણ વાંચો: જૉકોવિચના પુત્રએ વિમ્બલ્ડનના બધા ખેલાડીઓના ઑટોગ્રાફ લીધા, પણ ડૅડીના ઑટોગ્રાફ ન લીધા!
38 વર્ષનો જૉકોવિચ શુક્રવારે હારી ગયો, પણ તેણે પછીથી કહ્યું હતું કે ` હું હજી એક વાર (આવતા વર્ષે) વિમ્બલ્ડનમાં રમીશ જ.’ તેને આઠમી વાર વિમ્બલ્ડનનો તાજ જીતીને રોજર ફેડરરના વિક્રમની બરાબરી કરવી છે. જૉકોવિચ પુરુષોની ટેનિસમાં સૌથી વધુ 24 ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો છે.
શુક્રવારે ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન જૉકોવિચ ફુલ્લી ફિટ નહોતો છતાં ફાઇનલ રમ્યો હતો અને સ્ટ્રેઇટ સેટમાં હારી ગયો હતો. સિનર પહેલી વાર ગ્રાસ કોર્ટ પરની વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશ્યો છે. તે 13 મહિનાથી વર્લ્ડ નંબર-વન છે.
આપણ વાંચો: જૉકોવિચ વિમ્બલ્ડનમાં 99મી મૅચ જીત્યો અને 19મી વખત ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો
ગયા મહિને તે ક્લે કોર્ટ પરની ફ્રેન્ચ ઓપની ફાઇનલમાં હારી ગયો હતો. એમાં તેને અલ્કારાઝે હરાવ્યો હતો અને હવે વિમ્બલ્ડનની ફાઇનલમાં તેઓ રવિવારે એકમેકનો સામનો કરશે. સિનરને એ પરાજયનો બદલો લેવાની તક છે..
અલ્કારાઝે સેમિ ફાઇનલમાં ટેલર ફ્રિત્ઝને 6-4, 5-7, 6-3, 7-6 (8-6)થી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. તેને સતત ત્રીજી વાર વિમ્બલ્ડનનું ટાઇટલ જીતવાનો મોકો છે.
અલ્કારાઝ પાસે પાંચ અને સિનર પાસે ત્રણ ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ છે. સિનરની આ સતત ચોથી ગૅ્રન્ડ સ્લૅમ ફાઇનલ છે. તે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુએસ ઓપન અને જાન્યુઆરીની ઑસ્ટ્રેલિયન ઓપન જીત્યો હતો.
મહિલાઓની શનિવારની ફાઇનલમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉન્ટેક અને અમાન્ડા ઍનિસિમોવા વચ્ચેની ટક્કરની લંડનમાં સૌથી વધુ ચર્ચા હતી.