ચાહકોએ કરી હાથ પકડી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો, રોહિત શર્માએ આપી આવી પ્રતિક્રિયા

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્માના ફેન્સ દુનિયાભરમાં કરોડો ચાહકો છે. ચાહકો તેની સાથે ફોટો પડાવવા કે તેનો ઓટોગ્રાફ લેવા પડાપડી કરતા હોય છે, આ દરમિયાન કયારેક ચાહકો મર્યાદા ઓળંગી જતાં હોય છે. હાલમાં કિશોર વયના ચાહકકોએ રોહિત શર્મા સાથે ગેરવર્તન કર્યું હતું, જેણે કારણે રોહિત નારાજ થયો હતો.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળે છે કે રોહિતની કાર પસાર થઇ રહી છે, રોહિત બારી ખુલી રાખીને ચાહકો સામે હાથ હલાવી રહ્યો છે, ત્યારે કિશોર વયના બે ચાહકો કાર પાસે પહોંચીને રોહિતનો હાથ પકડીને સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે. ચાહકોના આ વર્તનથી રોહિત નિરાશ થયો હતો, તેના ચહેરા પર ગુસ્સો દેખાઈ રહ્યો હતો. તેણે બંને ચાહકોને ચેતવણી પણ આપી અને કાચ બંધ કરી દીધો.
રોહિતની બેટિંગ જોવા ચાહકો આતુર:
રોહિત 11 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે શરુ થઇ રહેલી ત્રણ ODI મેચની સિરીઝમાં રમતો જોવા મળશે, ચાહકો તેને રમતો જોવા આતુર છે. વડોદરામાં રમાનારી પહેલી ODI મેચની ટીકીટો માત્ર ગણતરીની મિનીટમાં જ વેચાઈ ગઈ હતી.
તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝમાં રોહીતે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તાજેતરમાં તે મુંબઈ તરફથી વિજય હજારે ટ્રોફી મેચો પણ રમ્યો હતો, સિક્કિમ સામે તેણે 155 રન બનાવ્યા હતા હતાં, પરંતુ ઉત્તરાખંડ સામે શૂન્ય રન પર આઉટ થઈ ગયો હતો.
ICC મેન્સ ODI રેન્કિંગમાં રોહિત કારકિર્દીમાં પહેલીવાર પહેલા ક્રમે પહોંચ્યો છે. ચાહકોને આશા છે કે આગામી સિરીઝમાં તે આ ફોર્મ જાળવી રાખે.



