IPL 2024સ્પોર્ટસ

World Cup 2023: બાંગ્લાદેશ સામે પાકિસ્તાન સાત વિકેટથી જીત્યું, બાંગ્લાદેશ આ રેસમાંથી બહાર

કોલકાતાઃ અહીંના ઈડન ગાર્ડનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની 31મી વન-ડે મેચમાં પહેલા દાવમાં 204 રન મારનાર બાંગ્લાદેશના બોલરનું પણ નબળું પફોર્મ રહ્યું હતું. 205 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનના ઓપનર બેટરે ફક્ત 32.3 ઓવરમાં નિર્ધારિત લક્ષ્યાંક પાર કરીને આ વખતના વર્લ્ડ કપમાં સૌથી મોટા માર્જિનથી જીત્યું હતું.

45.1 ઓવરમાં ઓલઆઉટ થનારી બાંગ્લાદેશની ટીમના બોલર બીજા દાવમાં પણ કોઈ ચમત્કાર કરી શકી નહોતી. આ હાર સાથે હવે બાંગ્લાદેશને ઘરભેગાં થવાની નોબત આવી છે. આજે પાકિસ્તાન બાંગ્લાદેશ સામે સાત વિકેટથી જીત્યું છે.

બાંગ્લાદેશના તમામ બોલરની પાકિસ્તાનના ઓપનર બેટર (અબદુલ્લાહ શફીક અને ફખર ઝમાન) જોરદાર ધુલાઈ કરી હતી. પાકિસ્તાનવતીથી બીજા દાવમાં ઓપનિંગ અબદુલ્લાહ શફીકે 69 બોલમાં 68 રને કર્યા હતા, જ્યારે ફખર ઝમાને ઈનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારી હતી. 74 બોલમાં સાત સિક્સર અને ત્રણ ચોગ્ગા સાથે 81 રન માર્યા હતા, ત્યારબાદ સુકાની બાબર આઝમ સસ્તામાં આઉટ થયો હતો. બાબરે 16 બોલમાં નવ રને મહેંદી હસને વિકેટ ઝડપી હતી. આજની મેચમાં મહેંદી હસને ત્રણ વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાનની ટીમે ત્રણ વિકેટે 32.3 ઓવરમાં 205 રન બનાવ્યા હતા, જેમાં મહોમ્મદ રિઝવાન (21 બોલમાં 26 રન) અને ઈફિતખાર અહેમદ (પંદર બોલમાં 17)ની જોડીએ પાકિસ્તાનને જીતાડ્યું હતું.

સમગ્ર વર્લ્ડ કપમાં નિરંતર નબળું પફોર્મ કરનારી પાકિસ્તાનની બાંગ્લાદેશ સામેની જીતને કારણે પોઈન્ટ ટેબલમાં છ પોઈન્ટ થયા છે, જેમાં અફઘાનિસ્તાન સાથે બરાબરી કરી છે. સાત વિકેટની જીત સાથે પાકિસ્તાનની નેટ રનરેટ -0.024 થઈ છે. વન-ડે વર્લ્ડ કપમાં સાત મેચ સાથે પાકિસ્તાને આજે ત્રીજી મેચ જીતી છે, જ્યારે ચાર મેચમાં પરાજય થયો છે, જ્યારે બાંગ્લાદેશે સાત મેચમાંથી છ મેચમાં હાર અને એકમાં માંડ જીત્યું હતું.

આ જીત સાથે પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને આવી ગયું છે. આ મેચ પહેલા અફઘાનિસ્તાન આ સ્થાન પર હતું, પરંતુ પાકિસ્તાનની નેટ રન રેટ અફઘાનિસ્તાન કરતા ઘણો સારી થઈ છે. બીજી તરફ બાંગ્લાદેશ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button