
ભૂતપૂર્વ ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા (Ex. Indian Tennis Player Sania Mirza) છેલ્લાં કેટલાક સમયથી તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવતી હોય છે. થોડાક સમય પહેલાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલ્લિકથી સાનિયા મિર્ઝા છૂટી પડીને ભારત પાછી ફરી છે. ત્યારથી તે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી હોય છે. સાનિયા મિર્ઝા છ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રહી ચૂકી છે અને ચાર વખતની ઓલંપિયન પણ રહી ચૂકી છે. હવે ફરી એક વખત સાનિયા મિર્ઝા ફરી એક વખત ચર્ચામાં આવી છે અને એનું કારણ છે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી તેની પોસ્ટ…
સાનિયા મિર્ઝાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે સાનિયાએ હાલમાં જ પોતાના ઘરની નેમ પ્લેટનો ફોટો પોસ્ટ કર્યો છે અને આ નેમ પ્લેટે અનેક લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આવો જોઈએ શું છે ખાસ સાનિયા મિર્ઝાના ઘરની બહાર લગાવવામાં આવેલી નેમ પ્લેટમાં…
ભારતની ભૂતપૂર્વ મહિલા ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં કેટલાક ફોટોમાં સુંદર વ્યૂ દેખાઈ રહ્યો છે તો કોઈ ફોટોમાં તે પોતાના મિત્રો સાથે ચિલ કરતી જોવા મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે લોકો ચર્ચા કરી રહ્યા છે સાનિયાના ઘરની નેમ પ્લેટ વિશે…
સાનિયા મિર્ઝાના ઘરની બહાર લગાવવામાં આવેલી નેમ પ્લેટ પર લખેલું છે Sania and Izhaan… હવે તમે કંઈ વિચારો પહેલાં તમને જણાવી દઈએ કે સાનિયાના દીકરાનું નામ ઈઝહાન છે. શોએબ સાથેના છુટાછેડા બાદ સાનિયા મિર્ઝા દ્વારા શેર કરવામાં આવી રહેલી આ નેમ પ્લેટ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.
સાનિયાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને તેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 1,65,000થી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. ફોટો પર યુઝર્સ રિએક્શન પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે સ્ટ્રોન્ગ મહિલા, આત્મનિર્ભર મહિલા ગર્વ છે… બીજા એક યુઝરે લખ્યું છે કે તું તારી સમસ્યાઓને સંભાળવા માટે એકલી જ કાફી છે. ત્રીજા યુઝરે લખ્યું હતું કે તું ખૂબ જ સુંદર લાગી રહી છે.