મૅન્ચેસ્ટર યુનાઇટેડના ચાહકે કૅપ્ટનની બેફામ કિકથી ગુસ્સે થતાં કમેન્ટ કરી, ` તારે ફૂટબૉલ ચંદ્ર પર મોકલવો હતો કે શું?’

મૅન્ચેસ્ટરઃ ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL)માં રવિવારે મૅન્ચેસ્ટર યુનાઇટેડ (MU)ના પોર્ટુગીઝ ફૂટબોલર અને ટીમના કૅપ્ટન બ્રુનો ફર્નાન્ડિઝ (Bruno Fernandes)થી પેનલ્ટી કિક (Penalty kick)માં જરાક માટે ગોલ ન થઈ શક્યો અને છેવટે ફુલ્હૅમ (Fulham) સામેની મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ
ત્યાર બાદ કેટલાક એમયુ-તરફી ક્રોધિત ફૂટબૉલચાહકોએ સોશ્યલ મીડિયામાં બ્રુનોની કિક બાબતમાં તેની ખૂબ ટીકા કરી હતી. એક ચાહકે મીડિયામાં લખ્યું, ` તારે ફૂટબૉલ ચંદ્ર પર મોકલવો હતો કે શું?’
એક ગોલ મળ્યો, એ પણ હરીફની મહેરબાનીથી
એક ઑવ્ન ગોલ ન મળ્યો હોત તો મૅન્ચેસ્ટર યુનાઇટેડની ટીમ આ મૅચ હારી જ ગઈ હોત. ફર્સ્ટ-હાફમાં બન્નેમાંથી એક પણ ટીમનો ગોલ નહોતો થયો. બીજા હાફમાં (58મી મિનિટમાં) ફુલહૅમના રૉડ્રિગો મુનીઝથી ભૂલમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ માટે ગોલ થઈ ગયો હતો.
એ સાથે મૅન્ચેસ્ટરની ટીમ 1-0થી આગળ થઈ હતી. જોકે 73મી મિનિટમાં ફુલહૅમના એમિલ સ્મિથ રોવે ગોલ કરી દેતાં સ્કોર 1-1ની બરાબરીમાં થઈ ગયો હતો.
પ્રથમ હાફ કે જેમાં બેમાંથી એક પણ ટીમ ગોલ નહોતી કરી શકી ત્યારે 38મી મિનિટમાં ફુલ્હૅમના કૅલ્વિન બાસીએ ગોલપોસ્ટની નજીકના એરિયામાં મૅન્ચેસ્ટરના મૅસન માઉન્ટને નીચે પટકી પાડ્યો એટલે રેફરીએ મૅન્ચેસ્ટરની ટીમને પેનલ્ટી કિક આપી હતી.
બ્રુનોને વેચી દોઃ એક ફૂટબૉલપ્રેમી
જોકે ઇપીએલ (EPL)ની આ સીઝનમાં પ્રથમ મૅચ જીતવા સંઘર્ષ કરી રહેલી મૅન્ચેસ્ટર યુનાઇટેડ ટીમના સુકાની બ્રુનોની કિકમાં બૉલ જરાક માટે ગોલપોસ્ટમાં જતાં રહી ગયો હતો.
બ્રુનોની આ નિષ્ફળતાની સોશ્યલ મીડિયામાં ખૂબ ટીકા થઈ હતી. એક ફૂટબૉલ ચાહકે લખ્યું, ` મૅન્ચેસ્ટર યુનાઇટેડે બ્રુનોને આ બ્લન્ડર પછી હવે અન્ય કોઈ ટીમને વેચી જ નાખવો જોઈએ.’
ત્રણ વર્ષમાં પહેલી વાર નિષ્ફળ
બ્રુનો મૅન્ચેસ્ટર યુનાઇટેડનો નંબર-વન પેનલ્ટી કિકર ગણાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં (રવિવાર પહેલાં) ક્યારેય બ્રુનોથી પેનલ્ટી કિક નિષ્ફળ નહોતી ગઈ. તે ગોલ કરવામાં અચૂક સફળ થયો હતો.
જોકે રવિવારે તે 12 યાર્ડ (36 ફૂટ) દૂરથી બૉલને નેટમાં પધરાવવામાં પહેલી વાર નિષ્ફળ ગયો હતો. આ પહેલાં તે ડિસેમ્બર 2023માં ચેલ્સી સામેની મૅચમાં પેનલ્ટી કિકમાં ગોલ નહોતો કરી શક્યો. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં તે સતત 11 પેનલ્ટી કિકમાં ગોલ કરવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચો…મેસીની વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ટીમ ભારત આવશે, જાણી લો ક્યારે અને ક્યાં રમશે