ક્રિકેટની દુનિયામાં નવા સ્ટમ્પ્સની એન્ટ્રી, જાણો વિશેષતા
નવી દિલ્હીઃ ક્રિકેટમાં આધુનિક સ્ટમ્પ્સની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટવેન્ટી-20 લીગ બિગ બૈશ લીગમાં આ સ્ટમ્પ્સ જોવા મળશે. ઈલેક્ટ્રા સ્ટમ્પ્સ વિકેટ માટે ચમકશે, જ્યારે તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેના દરેક પ્રકારના સંકેતો પ્રમાણે રંગ જોવા મળશે. જેમ કે ખેલાડી આઉટ થશે ત્યારે લાલ રંગ જોવા મળશે. વાઈડ કે નો બોલ વખતે પણ તેનો રંગ બદલાઈ જશે. આ સ્ટમ્પ્સમાં અલગ અલગ રંગ અને કલર કોમ્બિનેશનની ચમક છે, જે અમ્પાયરના નિર્ણયના સંકેત આપે છે. આ નિર્ણય નો-બોલ, વિકેટ, બાઉન્ડરી અથવા ઓવરની વચ્ચે ટાઈમ આઉટનો સમાવેશ થાય છે.
આજે બિગ બૈશ લીગની મેચથી પૂર્વે માર્ક વો અને માઈકલ વોને આ સ્ટમ્પ્સ અંગે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. માઈકલ વોને કહ્યું હતું કે આ સ્ટમ્પ્સ મહિલા બિગ બેશમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ મેન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં તેનો પહેલી વખત ઉપયોગ કરવામાં આવશે. આ મુદ્દે માર્ક વોએ તેની ખાસિયત જણાવી હતી.
વિકેટની વાત કરીએ તો ખેલાડીના આઉટ થયા પછી જેમાં કોઈ પણ પ્રકારે આઉટ થયો તો લાલ લાઈટ સાથે રંગીન જોવા મળશે. કોઈ પણ બેટર જ્યારે ચોગ્ગો ફટકારશે ત્યારે બોલ બાઉન્ડરી પર પહોંચ્યા પછી અલગ અલગ પ્રકારની લાઈટ જોવા (ઝડપથી શિફ્ટ) મળશે. સિક્સર વખતે પણ જ્યારે બોલ બાઉન્ડરી બહાર પહોંચશે ત્યારે અલગ અલગ કલરના સ્ક્રોલ જોવા મળશે.
નો બોલ વખતે પણ અમ્પાયરના નો બોલ વખતે સ્ટમ્પ્સ લાલ અને વ્હાઈટ કલરની લાઈટ સ્ક્રોલ થતી જોવા મળશે. આ ઉપરાંત, એક ઓવર પૂરી થયા પછી અને બીજી ઓવર શરુ થવાની વચ્ચે સ્ટમ્પ્સ પર પર્પલ અને બ્લુ રંગની લાઈટ થશે.