IND vs ENG 1st T20I માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11 જાહેર, જાણો કોને મળ્યું સ્થાન
કોલકાતા: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ T20I મેચની સિરીઝની પહેલી મેચ આવતી કાલે બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમમાં (IND vs ENG T20I Kolkata) રમાશે. આ મેચ માટે બંને ટીમના ખેલાડીઓ નેટમાં પરસેવો પાડી રહ્યા છે. એવામાં ઇંગ્લેન્ડે આવતીકાલની મેચ માટે પ્લેઇંગ 11ની જાહેરાત કરી દીધી છે.
આવતી કાલે ફિલ સોલ્ટ વિકેટકીપિંગ કરતો જોવા મળશે અને બેન ડકેટ સાથે ઇનિંગની શરૂઆત કરશે. કેપ્ટન જોસ બટલર ત્રીજા નંબરે બેટિંગ કરવા આવશે. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને માર્ક વુડને પ્લેઇંગ 11માં સ્થાન આપવામાં આવ્યું છે. હેરી બ્રુકને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: IND vs ENG T20: કાલે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થશે, સૂર્યકુમાર યાદવે ભરી હુંકાર
આ મેચ માટે ટીમમાં જેમી સ્મિથ, બ્રાયડન કાર્સ, સાકિબ મહમૂદ અને રેહાન અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઇંગ્લેન્ડના હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમે જણાવ્યું હતું કે સિરીઝ દરમિયાન બધા ખેલાડીઓને ક્યારેક રમવાની તક મળશે.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11;
બેન ડકેટ, ફિલ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટન, ગુસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.
ભારતીય ટીમની પ્લેઇંગ-11 આવતી કાલે જાહેર થશે:
આવતી કાલની મેચ ભારતીય ટીમની પ્લેઇંગ-11 હજુ જાહેર કરવામાં અવી નથી, આવતી કાલે ટોસ બાદ પ્લેઇંગ-11 જાહેર કરવામાં આવશે. સૌની નજર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પર ટકેલી છે. શમી લગભગ 14 મહિના પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતો જોવા મળશે.
T20 સિરીઝ માટે ભારતની સંભવિત પ્લેઇંગ-11:
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.