સ્પોર્ટસ

ત્રીજી વન-ડે મેચમાં ઇગ્લેન્ડની હાર, વેસ્ટ ઇન્ડિઝે 2-1થી જીતી સીરિઝ

બ્રિજટાઉનઃ વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. આ રીતે કેરેબિયન ટીમે 3 વનડે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલા ઈંગ્લેન્ડે 40 ઓવરમાં 9 વિકેટે 206 રન કર્યા હતા, જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમને ડકવર્થ લુઈસના નિયમ હેઠળ 189 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે 31.4 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 191 રન કરીને મેચ જીતી લીધી હતી.

વેસ્ટ ઈન્ડિઝ માટે કેંચી કાર્ટીએ 58 બોલમાં સૌથી વધુ 50 રન કર્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઓપનર એલીક એન્થાજેએ 51 બોલમાં 45 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય રોમારિયો શેફર્ડે 28 બોલમાં અણનમ 41 રન કરીને ટીમને જીત અપાવી હતી.

ઈંગ્લેન્ડ તરફથી વિક જેક્સ સૌથી સફળ બોલર રહ્યો હતો. વિલ જેક્સે 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય ગુસ અટકિસને 2 વિકેટ લીધી હતી. રેહાન અહેમદને 1 સફળતા મળી હતી.

આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડે 40 ઓવરમાં 9 વિકેટે 206 રન કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે સૌથી વધુ 71 કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે મેથ્યુ ફોર્ડ અને અલ્ઝારી જોસેફને 3-3 સફળતા મળી હતી. રોમારિયો શેફર્ડે 2 વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
AUS vs NZ TEST: કેન વિલિયમ્સને 14 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત કરી મોટી ભૂલ પઢાઈમાં Zero કમાણીમાં No 1, જાણી લો બોલીવૂડના સુપરસ્ટાર્સ WPL : RCBની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ધમાકેદાર પ્રથમ ફિફ્ટી ન ફળ્યાં મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે? No problem સ્વીચ ઓફ મોબાઇલ પણ ટ્રેક કરી શકાશે.