મહિલા વર્લ્ડ કપ: સાઉથ આફ્રિકા આજે ઇંગ્લૅન્ડ સામે બદલો લઈ શકશે?

ગુવાહાટીની સેમિ ફાઇનલમાં વરસાદની સંભાવના
ગુવાહાટી: મહિલાઓના વન-ડે વર્લ્ડ કપ (women’s world cup)માં આજે (બપોરે 3.00 વાગ્યાથી) ગુવાહાટી (Guwahati)માં ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ સેમિ ફાઇનલ (SEMI FINAL) રમાશે જે જીતીને સાઉથ આફ્રિકાની ટીમ આ ભૂતપૂર્વ વિશ્વ વિજેતા સામે 26 દિવસ પહેલાંની હારનો બદલો લેવા કોઈ કસર બાકી નહીં રાખે.
ત્રીજી ઑક્ટોબરે આ જ સ્થળે ઇંગ્લૅન્ડે સાઉથ આફ્રિકાને માત્ર 69 રનમાં ઑલઆઉટ કરીને 10 વિકેટે વિજય મેળવ્યો હતો.

આઇસીસીએ રિઝર્વ-ડે રાખ્યો છે આજની મૅચમાં વરસાદ વિઘ્ન બની શકે. આ મૅચ માટે આવતી કાલનો રિઝર્વ-ડે રાખવામાં આવ્યો છે. જોકે એ દિવસે પણ વરસાદને લીધે મૅચ પૂરી નહીં રમાય તો પૉઇન્ટ્સ-ટેબલમાં બેમાંથી આગળ રહેનારી ટીમ ફાઇનલમાં જશે. આ જોતાં ઇંગ્લૅન્ડ ફાઇનલમાં સીધો પ્રવેશ કરશે, કારણકે આ ટીમ 11 પૉઇન્ટ સાથે બીજા નંબરે અને સાઉથ આફ્રિકાની ટીમ 10 પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે હતી.
ઇંગ્લૅન્ડ કેવી રીતે ફેવરિટ
વન-ડેમાં જીત-હારના રેશિયોમાં સાઉથ આફ્રિકા સામે ઇંગ્લૅન્ડ 36-10ના તફાવતથી આગળ છે.
ભારતની સેમિ ફાઈનલ આવતી કાલે
ભારત-ઑસ્ટ્રેલિયાની બીજી સેમિ ફાઇનલ આવતી કાલે નવી મુંબઈમાં (બપોરે 3.00 વાગ્યાથી) રમાશે. એ મૅચ માટે પણ રિઝર્વ-ડે રખાયો છે.



